Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં એક વર્ષમાં 50 બાળમજૂરો મુક્ત કરાયા:12 જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ, પૂરો મહિનો ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની સ્પેશ્યલ ડ્રાઇવ ચાલશે

    1 week ago

    12 જૂનના વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ છે ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 36 સંસ્થાઓમાંથી 50 બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. બાળ મજૂરી અટકાવવામાં ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેના 1098 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે મારફત છેલ્લા ત્રણ વર્ષમાં 65 કોર્ટ કેસ અને 22 જેટલી FIR દાખલ કરવામાં આવેલી છે. બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરાવ્યા બાદ તેઓને શાળામાં ફરી અભ્યાસની સાથે પુનઃવસન કરાવવામાં આવે છે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, 12 જૂનના વિશ્વ બાળ મજૂરી દિવસ ઉજવીએ છીએ. રાજકોટ જિલ્લામાં બાળમજૂરીને લઈને ઘણા બધા પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. છેલ્લા એક વર્ષમાં 36 સંસ્થાઓમાંથી 50 બાળ મજૂરોને મુકત કરાવવામાં આવ્યા છે. જેઓનું પુનઃવસનનું આયોજન કરાયું છે. 3 વર્ષમાં 65 કોર્ટ કેસ, 22 FIR દાખલ કલેક્ટરે જણાવ્યું હતું કે સોફ્ટ સ્કિલની ઇન્ડસ્ટ્રીઝ અને બિન જોખમી પ્રકારના વ્યવસાયો હોય છે જેમ કે જ્વેલરી, ઇમિટેશન, ફૂડ અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ બાળમજૂરો કામ કરતા હોય છે. જિલ્લા લેવલ પર ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. છેલ્લા 3 વર્ષમાં 65 જેટલા કોર્ટ કેસ અને 22 જેટલી FIR દાખલ કરવામાં આવેલી છે. બાળ મજૂરોને શિક્ષણ વિભાગ મફત સરકારી સ્કૂલમાં એડમિશન અપાવવાની કામગીરી કરવામાં આવે છે. બાળમજૂરો પકડાઈ છે તે અન્ય રાજ્યોના હોય તો ત્યાંના કલેક્ટર અને એજ્યુકેશન ઓફિસર સાથે વાતચીત કરી આ બાળકોનું ફરીથી સ્કૂલમાં એડમિશન થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. 12 જૂનના વિશ્વ બાળ મજૂરી દિવસ છે ત્યારે આ મહિનામાં ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનું આયોજન છે. વર્ષ 2025 માં ચાઇલ્ડ લેબર અટકાવવા બદલ સર્વશ્રેષ્ઠ કામગીરી માટે રાજકોટ જિલ્લાને એવોર્ડ પણ મળેલો છે. તેથી તમામ લોકોને અપીલ છે કે કોઈપણ જગ્યાએ બાળમજૂરી થતી હોય તો તે માટે 1098 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેના પર ફોન કર્યા બાદ ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ ત્યાં રેડ કરશે અને બાળમજૂરોને મુક્ત કરાવશે. રાજકોટમાં તાજેતરમાં જ બાળમજૂરીનો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં બાળકો સોસાયટીમાં મમરીઓની લારી કાઢી વેચાણ કરી ગુજરાન ચલાવતા હોય છે. જોકે આ નાના બાળકોની સામે કોઈ જોતું નથી. તા.10 ના જ એક બનાવ સામે આવ્યો છે કે 12 વર્ષનો બાળક પોતાનો ધંધો બંધ કરીને ત્રણ કલાક સુધી રસ્તા ઉપર સૂતો હતો. આ દરમિયાન એક જાગૃત નાગરિકે જોતા ખબર પડી તેની તબિયત બહુ જ ખરાબ છે. જેથી તેને તાત્કાલિક 108 તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને તેને સારવાર આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બે ડઝન સ્ટાર્સ છતાં ઉદય-મજનુ વગરની 'વેલકમ 3'નું ટ્રેલર રિલીઝ!:ઇન્ડિયાની પહેલી 2000 કરોડની ફેક ફિલ્મ, 4 મિનિટમાં 'હેરાફેરી'ની ત્રિપુટીએ ધમાલ મચાવી
    Next Article
    મુંબઈમાં રૂ. 3.6 કરોડના હીરા ચોરીનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો:બાંદ્રા કુર્લાની લોજિસ્ટિક કંપનીમાં માલિકનો વિશ્વાસ કેળવી ચોરીનું કાવતરૂં ઘડ્યું હતું, બનાસકાંઠા LCBએ આરોપીન ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment