Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં રૂ. 3.6 કરોડના હીરા ચોરીનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો:બાંદ્રા કુર્લાની લોજિસ્ટિક કંપનીમાં માલિકનો વિશ્વાસ કેળવી ચોરીનું કાવતરૂં ઘડ્યું હતું, બનાસકાંઠા LCBએ આરોપીન ઝડપ્યો

    1 week ago

    બનાસકાંઠા એલસીબીએ મુંબઈના બાંદ્રા કુર્લા વિસ્તારમાંથી રૂ. 3.6 કરોડના હીરાની ચોરીના માસ્ટરમાઇન્ડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને મુંબઈ પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી દિલીપગર બાબુગર ગૌસ્વામી (રહે. છત્રાલા, ડીસા) મુંબઈના બાંદ્રા કુર્લા ખાતે આવેલી એસ.એમ. સ્ક્વેર લો ફર્મ, એલ.એલ.પી. કંપનીમાં નોકરી કરતો હતો. તેણે કંપનીના માલિકનો વિશ્વાસ કેળવી અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરા હેઠળ, તેણે પાર્સલ બોક્સમાં રાખેલા રૂ. 3,60,48,683ની કિંમતના હીરાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે મહારાષ્ટ્રના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીઓની તપાસ માટે બનાસકાંઠા એલસીબીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન, બનાસકાંઠા એલસીબીના એએસઆઈ યાજ્ઞિકકુમાર રતુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે માસ્ટરમાઇન્ડ આરોપી પાલનપુર શહેરના હાઈવે વિસ્તારમાં આવવાનો છે. આ બાતમીના આધારે, એલસીબીની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરીને દિલીપગર બાબુગર ગૌસ્વામીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી મૂળ ડીસા તાલુકાના છત્રાલા ગામનો વતની છે અને હાલ મુંબઈના ભોલેશ્વર કબુતરખાના વિસ્તારમાં રહે છે. તેને વધુ કાર્યવાહી માટે યુનિટ-8 ડી.સી.બી. મુંબઈ પોલીસને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં એક વર્ષમાં 50 બાળમજૂરો મુક્ત કરાયા:12 જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ, પૂરો મહિનો ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની સ્પેશ્યલ ડ્રાઇવ ચાલશે
    Next Article
    Biggest Investing Mistakes In 2026: Why Investors Keep Falling For Bad Stocks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment