Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભામાં રાહુલની 50 મિનિટની સ્પીચ, ભારે હોબાળો:'ઇડિયટ'-'અંધભક્ત' શબ્દ બોલતા સ્પીકરે 11 વાર, રિજિજુએ 7 વાર ટોક્યા, કહ્યું- માફી માગો

    1 day ago

    વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પેપર લીક સંબંધિત બિલ પર 50 મિનિટ ભાષણ આપ્યું. તેમણે ઇડિયટ અને અંધભક્ત જેવા શબ્દો બોલ્યા. પછી કહ્યું કે ગૃહમંત્રીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો. આને લઈને સત્તાપક્ષે જોરદાર હોબાળો કર્યો. લોકસભામાંથી બિલ હોબાળા વચ્ચે પસાર થયું. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ 7 વખત ઊભા થઈને રાહુલને ટોક્યા અને સંસદીય નિયમનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાએ માફી માંગવી જોઈએ. આના પર રાહુલે કહ્યું, ‘જો તમે ઈચ્છો છો કે દેશમાં ફક્ત ભાજપ બોલે તો હું ચૂપચાપ બેસી જાઉં છું.’ સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલને 11થી વધુ વખત ટોક્યા. કહ્યું કે તેઓ આવા અસંસદીય શબ્દો બોલી શકતા નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પીકરને કહ્યું- આ શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવે. રાહુલે કહ્યું, ‘દેશનું ભવિષ્ય રસ્તાઓ પર ઉતર્યું. પ્રદર્શનમાં ગુસ્સો, નફરત નહોતી. તેઓ ફક્ત પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા. જો ભાજપના મારા મિત્રો પોતાના બાળકોને પૂછે કે તેમના ભાઈ-બહેન જે કરી રહ્યા છે, તેના વિશે તેઓ શું વિચારે છે, તો તેમને પોતાના બાળકોનો પણ ટેકો જ મળશે.’ પેપર લીક સંબંધિત બિલ પર આજે સતત બીજા દિવસે ચર્ચા થઈ રહી છે. મંગળવારે બિલ પર 9 કલાક ચર્ચા થઈ હતી. પ્રથમ દિવસે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે સરકારનો પક્ષ રજૂ કર્યો. વિપક્ષ તરફથી ગૌરવ ગોગોઈ, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ ચર્ચામાં સામેલ થયા. રાહુલની સ્પીચ દરમિયાન લોકસભામાં હોબાળાની 4 તસવીરો… રાહુલની સ્પીચની 5 વાતો, કહ્યું- પ્રધાનનું રાજીનામું દેખાડો 1. 'ઇડિયટ' અને 'અંધભક્ત' વાળા નિવેદન પર હોબાળો: રાહુલ ગાંધીએ કહ્યું, 'મેં ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. ખાસ કરીને લવલી નામની એક 18 વર્ષની વિદ્યાર્થિની સાથે. રાહુલે તે જ વાતચીતનો હવાલો આપતા 'ઇડિયટ' અને 'અંધભક્ત' વાળા ઉદાહરણો આપ્યા. સત્તા પક્ષે તેને અસંસદીય ગણાવ્યું. સ્પીકર ઓમ બિરલાએ આ શબ્દોને કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો. 2. વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો આરોપ: રાહુલે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન ગૃહમંત્રીએ ગોળી અને પેલેટ ગન ચલાવવાની મંજૂરી આપી. કિરેન રિજિજુએ તેને ગંભીર અને પાયાવિહોણો આરોપ ગણાવતા રાહુલ પાસેથી માફીની માંગ કરી. 3. રાહુલ બોલ્યા- પ્રધાનનું રાજીનામું માત્ર દેખાડો: રાહુલે કહ્યું કે પેપર લીકથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે શિક્ષણ વ્યવસ્થા શિક્ષણ મંત્રાલય નહીં, પરંતુ RSS ચલાવી રહ્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માત્ર દેખાડો છે. 4. રાહુલે કહ્યું- દેશનું ભવિષ્ય રસ્તાઓ પર છે: રાહુલે કહ્યું કે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ ગુસ્સા કે નફરતથી નહીં, પરંતુ પોતાના ભવિષ્ય અને અધિકારો માટે લડી રહ્યા છે. તેમણે કહ્યું- ભાજપના નેતાઓના બાળકો પણ વિદ્યાર્થીઓને સમર્થન આપશે. 5. પેપર લીકને વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી: રાહુલે કહ્યું કે એક પછી એક પરીક્ષાઓમાં પેપર લીક થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને સરકાર યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકતી નથી. રાહુલ-રિજિજુ વચ્ચે ફાયરિંગની પરવાનગી પર ચર્ચા થઈ રાહુલે કહ્યું, ગૃહ મંત્રીએ વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાની પરવાનગી આપી. પેલેટ ગન ચલાવવાનો આદેશ આપ્યો. વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો. રિજિજુ- તમે વિચાર્યા વગર બોલી રહ્યા છો. આવું ન બોલો. તમારે ગંભીરતાથી બોલવું જોઈએ. આ બરાબર નથી. આ કયા આધારે તમે નિવેદન આપ્યું? તમને કોણે કહ્યું? તમે માફી માંગો. ગોળી ચાલી, આ નાની વાત નથી. તમે એમ કેવી રીતે કહી શકો કે કોઈએ ગોળી ચલાવી? આ ગંભીર આરોપ છે. વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા- ‘રાહુલ ગાંધીને બોલવા દો, રાહુલ ગાંધીને બોલવા દો.’ અખિલેશ યાદવ- જો વિરોધ પક્ષના નેતાએ ગંભીર આરોપો લગાવ્યા છે તો આ સરકારની જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓ પર આવું વર્તન કોણે કર્યું તેની તપાસ કરે. રિજિજુ- તમે તપાસની માંગણી કરો, પરંતુ રાહુલ ગાંધી સીધેસીધા ગૃહ મંત્રી પર આરોપ લગાવી રહ્યા છે. તમારે માફી માંગવી પડશે. ખોટો આરોપ લગાવ્યો છે. સંસદની બહાર રાહુલ બોલ્યા- શાહે ફાયરિંગનો આદેશ ન આપ્યો હોય તો સદનમાં આવે લોકસભામાં પોતાના ભાષણ પછી રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં કહ્યું- ગૃહમંત્રી શાહ સદનમાં ન આવ્યા, જ્યારે તેમને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી પર જવાબ આપવો જોઈતો હતો. રાહુલે કહ્યું- જો ગૃહમંત્રીએ કોઈ આદેશ આપ્યો નથી, તો તેમણે સદનમાં આવીને સ્પષ્ટતા કરવી જોઈએ કે તેમણે આવો કોઈ નિર્દેશ આપ્યો નથી. સૌથી મોટી વાત એ છે કે મને સંસદમાં બોલવાનો અધિકાર છે અને તે અધિકાર મને મળવો જોઈએ. -------------------------------- આ સમાચાર પણ વાંચો… લોકસભામાં પેપર લીક સંબંધિત સુધારા બિલ પાસ:તેમાં 7 વર્ષની સજા, 10 કરોડ સુધીનો દંડ; રાજ્યસભામાં વંદેમાતરમ સંબંધિત સુધારા બિલ પાસ લોકસભામાં પેપર લીક સંબંધિત 'લોક પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026' બુધવારે વિપક્ષના હોબાળા વચ્ચે ધ્વનિ મતથી પસાર થઈ ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીએ 230 સ્થાનની છલાંગ લગાવી મચાવ્યો ખળભળાટ:દુનિયાના ટૉપ-50 T20 બેટર્સમાં પહેલીવાર સામેલ; શુભમન ગિલ ફરી નંબર-1 ODI બેટર બન્યો
    Next Article
    સોનગઢથી ઉકાઈ ભવ્ય પગયાત્રા યોજાઈ:ઢોલ-નગારા અને ભજન-કીર્તન સાથે 8 કિમીની પદયાત્રા યોજાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment