Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીએ 230 સ્થાનની છલાંગ લગાવી મચાવ્યો ખળભળાટ:દુનિયાના ટૉપ-50 T20 બેટર્સમાં પહેલીવાર સામેલ; શુભમન ગિલ ફરી નંબર-1 ODI બેટર બન્યો

    1 day ago

    ICCની તાજેતરની T20 રેન્કિંગમાં ભારતના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ 230 સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. વૈભવ 536 રેટિંગ પોઇન્ટ્સ સાથે વિશ્વનો 48મો નંબરનો બેટર બની ગયો છે. તે પહેલીવાર ટૉપ-50માં આવ્યો છે. બીજી તરફ, વન-ડેમાં ભારતના કેપ્ટન શુભમન ગિલ વર્લ્ડ નંબર-1 બેટર બની ગયો છે. વન-ડેમાં ટૉપ-4માં ત્રણ ભારતીય છે. વિરાટ કોહલી બીજા અને રોહિત શર્મા ચોથા નંબર પર છે. જસપ્રીત બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર બની રહ્યો છે. સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે પ્રવાસ પર 2 ફિફ્ટી ફટકારી વૈભવ સૂર્યવંશીએ ગયા અઠવાડિયે ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં ત્રણ મેચમાં 50.33ની સરેરાશથી 151 રન બનાવ્યા. આ જ પ્રદર્શનને કારણે તેની રેન્કિંગમાં આટલી લાંબી છલાંગ આવી છે. વૈભવ સૂર્યવંશી પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ થયો હતો. ઈશાન કિશન T20માં ટોચ પર યથાવત T20 બેટરોની યાદીમાં ભારતીય વિકેટકીપર-બેટર ઈશાન કિશન નંબર-1 સ્થાન પર છે. બીજા સ્થાને રહેલા સાહિબઝાદા ફરહાન (848 પોઇન્ટ્સ)થી ઘણો આગળ છે. ઈશાને કોહલી અને સૂર્યાને પાછળ છોડ્યા લેટેસ્ટ રેન્કિંગમાં ઈશાન કિશન 910 રેટિંગ પોઇન્ટ્સ સાથે નંબર-1 પર છે. ઈશાન ઝિમ્બાબ્વે સામેની બીજી મેચ પછી 916 રેટિંગ પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે તેણે કારકિર્દીના ઓલ ટાઈમ હાઈએસ્ટ T20 રેટિંગના મામલે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધા હતા. વિરાટે તેની T20 કારકિર્દીમાં સૌથી વધુ 909 અને સૂર્યકુમાર યાદવે 912 પોઇન્ટ મેળવ્યા હતા. ICC ખેલાડીઓની રેટિંગ સપ્તાહમાં એક જ વાર બુધવારે જાહેર કરે છે. ભારત-ઝિમ્બાબ્વે ત્રીજી T20માં ઈશાન માત્ર 29 રન જ બનાવી શક્યો હતો. આનાથી તેને 6 પોઇન્ટનું નુકસાન થયું અને તેથી લેટેસ્ટ રેટિંગમાં તેના 910 પોઇન્ટ્સ છે. T20 બોલર્સ રેન્કિંગના ટૉપ-10માં એકમાત્ર ભારતીય વરુણ રાશિદ ખાન T20 ઇન્ટરનેશનલ બોલરોની રેન્કિંગમાં પણ 753 રેટિંગ પોઇન્ટ્સ સાથે નંબર-1 પર છે. પાકિસ્તાનનો અબરાર અહેમદ 736 પોઇન્ટ્સ સાથે બીજા અને ઇંગ્લેન્ડનો આદિલ રશીદ 710 પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબર પર છે. શુભમન ગિલ ફરી બન્યો વન-ડેનો નંબર-1 બેટર વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિરીઝ સમાપ્ત થયા બાદ વન-ડે રેન્કિંગના ટૉપ પોઝિશનમાં ફેરફાર થયો છે. ન્યૂઝીલેન્ડના ડેરીલ મિચેલ મેચ ન રમવાને કારણે ભારતનો શુભમન ગિલ ફરી એકવાર વન-ડે રેન્કિંગમાં નંબર-1 બેટર બની ગયો છે. મિચેલ આ જ વર્ષે જાન્યુઆરીથી ટૉપ સ્પોટ પર હતો. રાશિદ ખાન ટૉપ વન-ડે બોલર તરીકે યથાવત વન-ડે બોલિંગ રેન્કિંગમાં નામિબિયાના સ્પિનર ​​બર્નાર્ડ શોલ્ટ્ઝ નેપાળ અને નેધરલેન્ડ્સ સામેની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 ટ્રાઇ-સિરીઝમાં શાનદાર પ્રદર્શનના આધારે 5 સ્થાન ઉપર ચઢીને સાતમા નંબર પર પહોંચી ગયો છે. જ્યારે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટોચ પર યથાવત છે. ગ્રીવ્સને 21 સ્થાનનો ફાયદો વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સે પાકિસ્તાન સામે ટ્રિનિદાદ ટેસ્ટમાં ઇતિહાસ રચનારી બોલિંગ બાદ ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. સતત પાંચ વિકેટ-મેડન ઓવર ફેંકનાર ગ્રીવ્સ 21 સ્થાન ઉપર ચઢીને ટેસ્ટ બોલરોમાં 48મા નંબર પર પહોંચી ગયો છે. પાકિસ્તાનના બેટર બાબર આઝમ 32મી ટેસ્ટ અડધી સદી ફટકાર્યા બાદ બેટરોની રેન્કિંગમાં ચાર સ્થાન ઉપર ચઢીને 15મા નંબર પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ટોચ પર યથાવત છે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi had ‘FOMO’: Jitendra Singh’s Gen Z jab during Parliament clash
    Next Article
    લોકસભામાં રાહુલની 50 મિનિટની સ્પીચ, ભારે હોબાળો:'ઇડિયટ'-'અંધભક્ત' શબ્દ બોલતા સ્પીકરે 11 વાર, રિજિજુએ 7 વાર ટોક્યા, કહ્યું- માફી માગો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment