Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 50 લાખ વૃક્ષારોપણનો લક્ષ્યાંક પૂર્ણ:મુખ્યમંત્રીએ ભાડજમાં 101 રોપા વાવી અભિયાન સફળ બનાવ્યું, 'મિશન ફાઈવ મિલિયન ટ્રી' હેઠળ સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં 23.59 લાખ રોપા વાવવામાં આવ્યા

    11 hours ago

    અમદાવાદ શહેરને હરિયાળું બનાવવા માટે દર વર્ષે ચોમાસા દરમ્યાન લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવે છે. ચાલુ વર્ષે 50 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત આજે 8 ઓક્ટોબરના રોજ ભાડજ ખાતે મુખ્યમંત્રીએ 101 જેટલા રોપા વાવી અને 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કરાવ્યો છે. સૌથી વધારે પૂર્વ વિસ્તારના દક્ષિણ ઝોનમાં 11 લાખ રોપા લગાવવામાં આવ્યા છે. સૌથી વધારે ઓક્સિજન પાર્ક અને ગાર્ડનમાં 23.59 લાખ જેટલા રોપા વાવવામાં આવ્યા છે. આજે 101 રોપા વાવીને 50 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક પૂર્ણ મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે એક પેડ મા કે નામ’ની પ્રેરણાથી અમદાવાદને ગ્રીન મેટ્રોપોલિસ બનાવવાના સંકલ્પ સાથે શહેરને વધુ હરિયાળું, પર્યાવરણમૈત્રી અને સ્વચ્છ બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અભિયાન અંતર્ગત આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાડજ ખાતેના ગૌચર પ્લોટમાં 101 રોપા વાવીને 50 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ને શહેરવ્યાપી જનભાગીદારીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. સ્કૂલો, કોલેજો, તળાવો અને ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ આ અભિયાનમાં અમદાવાદના નાગરિકો ઉપરાંત વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, વિવિધ સંગઠનો તથા જનપ્રતિનિધિઓએ સક્રિય સહયોગ આપ્યો છે. સરકારી જગ્યાઓ, ગાર્ડન, ઓક્સિજન પાર્ક, ખુલ્લા પ્લોટ, ખાનગી સોસાયટીઓ, ધાર્મિક સ્થળો, રોડની આસપાસ અને ડિવાઈડરની વચ્ચે, સ્કૂલો, કોલેજો, તળાવો અને જ્યાં પણ ખુલ્લી જગ્યામાં વૃક્ષોનું જતન થઈ શકે ત્યાં રોપા વાવવાના લક્ષ્યાંક આપવામાં આવ્યા હતા જેને પૂર્ણ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની મિલકતોમાં 40 હજારથી વધુ રોપા વાવવામાં આવ્યા ખાનગી સોસાયટીઓ અને જગ્યાઓમાં 1.59 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેની સામે માત્ર 1.21 લાખ જ એટલે કે 76 ટકા જ લક્ષ્યાંક પૂરો થયો છે. એસ્ટેટ વિભાગના પ્લોટમાં 3.86 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં 3.89 લાખ રોપા વાવવામાં આવ્યા છે. કોર્પોરેશનની મિલકતોમાં 30176 રોપા સામે 40131 રોપા વાવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રોકડના બદલામાં સિક્કા આપવાના બહાને​ ઠગતો આરોપી ઝડપાયો:રેસ્ટોરન્ટ, લારી-ગલ્લાના વેપારીઓને ​રૂ. 5-10ના સિક્કા આપવાનો ભરોસો આપતો, રૂ. 4.60 લાખ પડાવ્યા
    Next Article
    વડોદરામાં વાહન માલિકે ગધેડા પાસે ટ્રક ખેંચાવડાવી અનોખો વિરોધ નોંધાવ્યો:દોઢ વર્ષની વોરંટી છતાં પૈસા વસૂલાતાં રોષ, શો રૂમના સંચાલકોએ કહ્યું, 'બળેલી ક્લચ પલેટ વોરંટીમાં ન આવે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment