Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોકડના બદલામાં સિક્કા આપવાના બહાને​ ઠગતો આરોપી ઝડપાયો:રેસ્ટોરન્ટ, લારી-ગલ્લાના વેપારીઓને ​રૂ. 5-10ના સિક્કા આપવાનો ભરોસો આપતો, રૂ. 4.60 લાખ પડાવ્યા

    11 hours ago

    અમદાવાદ શહેરમાં રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાના વેપારીઓને ચિલ્લરમાં રૂ. 5 અને રૂ. 10ના સિક્કા આપવાની લાલચ આપી રોકડ પડાવી છેતરપિંડી આચરતા આરોપીને રામોલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં તેણે બે વર્ષ દરમિયાન શહેરના નિકોલ અને ઓઢવ વિસ્તારમાં સાતથી વધુ વેપારીઓ સાથે કુલ 4.60 લાખથી પણ વધુની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. કોઈ કામધંધો ન હોવાથી વેપારીઓને ટાર્ગેટ કરતો પૂર્વ વિસ્તારમાં સિક્કાનું ચિલ્લર લાવી આપવાનું કહીને સાતથી વધુ વેપારી સાથે ઠગાઈ કરનાર આરોપી વાલા રબારી વસ્ત્રાલ તનમન ચાર રસ્તા પાસે હોવાની બાતમીના આધારે રામોલ પોલીસે ઝડપી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી વાલા પાસે કોઈ કામધંધો ન હોવાથી તે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રેસ્ટોરન્ટ અને નાસ્તાના ગલ્લા ચલાવતા વેપારીઓને ટાર્ગેટ કરતો હતો. સિક્કા લાવી આપવાનું કહી મોટી રકમ મેળવી લેતો વેપારીઓને રોજિંદા કામકાજ માટે ચિલ્લરની જરૂરિયાત રહેતી હોવાથી તે વેપારીઓનો વિશ્વાસ જીતી રૂ. 5 અને રૂ. 10ના સિક્કા લાવી આપવાનું કહી તેમની પાસેથી મોટી રકમ મેળવી લેતો હતો. રોકડ રકમ મળ્યા બાદ તે ચિલ્લર આપ્યા વિના જ ત્યાંથી ફરાર થઈ જતો હોવાનું જણાવ્યું હતું. તેમજ આરોપી પોતાને કોઈ ઓળખીતા કે બેન્ક કે વેપારી પાસેથી મોટો જથ્થો ચિલ્લર અપાવી શકશે તેવો ઢોંગ કરી વેપારીઓ પાસેથી રૂ. 15 હજારથી લઈને રૂ. 1 લાખ સુધીની રકમ પડાવી લેતો હતો. કોની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા? 2 વર્ષ પહેલા નિકોલના ગાયત્રી ગાંઠિયાના માલિક પાસેથી રૂ. 50,000, 1 વર્ષ પહેલા નિકોલ સદગુરુ ગાર્ડન પાસે અમૂલ પાર્લરના સંચાલક પાસેથી રૂ. 20,000, 5 મહિના પહેલા ઓઢવ મનમોહન ચાર રસ્તા પાસે મની ટ્રાન્સફરની દુકાનમાંથી રૂ. 16,000, 4 મહિના પહેલા નિકોલમ કઠવાડા રાજવી ડાઇનિંગ હોલના માલિક પાસેથી રૂ. 1 લાખ, 2 મહિના પહેલા વિરાટનગર રોડ પર જય ભવાની કેટર્સમાંથી રૂ. 1 લાખ, 2 મહિના પહેલા ઓઢવ નવરંગ સર્કલ પાસે અક્ષય ગૃહ ઉદ્યોગના માલિક પાસેથી રૂ. 1 લાખ, 2 મહિના પહેલા નિકોલ કાનબા હોસ્પિટલ પાસે પટેલ ફરસાણની દુકાનમાંથી રૂ. 50,000 મેળવી ફરાર થયો હોવાનું પણ સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 119મી જયંતી ઉજવાશે:કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે 10 ઓક્ટોબરે, 'યુગપુરુષ' ડોક્યુમેન્ટરી પણ દર્શાવાશે
    Next Article
    અમદાવાદમાં 50 લાખ વૃક્ષારોપણનો લક્ષ્યાંક પૂર્ણ:મુખ્યમંત્રીએ ભાડજમાં 101 રોપા વાવી અભિયાન સફળ બનાવ્યું, 'મિશન ફાઈવ મિલિયન ટ્રી' હેઠળ સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં 23.59 લાખ રોપા વાવવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment