Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં સાંબેલાધાર 5 ઇંચ:પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી, UPSCની તૈયારી કરતા ઉમેદવારોને સહાય મળશે, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

    2 days ago

    સુરત અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી... સુરતમાં 15 દિવસમાં 4 રોડ બેસી જવાની ઘટના સામે આવી ... જેમાં એસ.ટી બસથી સ્કુલ વાહન સુધી વાહનો ફસાયા..તો વાપીમાં 6 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો.. હજુ 5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજુલામાં રાયડી નદીમાં પૂરથી 35 બકરાં તણાયા રાજુલાના ચૌત્રામાં રાયડી નદીમાં પૂરથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ..,. નદીના ધસમસતા પ્રવાહમાં સ્થાનિક પરિવારના આશરે 35 બકરાં તણાઈ ગયા હતા..બકરાંને બચાવવા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો UPSCની તૈયારી કરતા ઉમેદવારોને મળશે સહાય રાજ્ય સરકારે UPSCની તૈયારી કરતા ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાયની જાહેરાત કરી.. પ્રિલિમ, મેઈન્સ અને ઈન્ટરવ્ય એમ ત્રણ તબક્કાની સહાયને જોડીને યુવકોને કુલ ₹1.55 લાખ અને યુવતીઓને કુલ ₹2.05 લાખ સુધીની સહાય મળશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ રાજ્યમાં આજથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સ્થળોએ કચરો ફેંકનાર અને ગંદકી ફેલાવનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપતાં કહ્યું કે ગમે ત્યાં પિચકારી મારનારની વ્યવસ્થા કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેબિનેટ બેઠક બાદ નિલેશ એરવાડીયાની સરકારને ચેતવણી ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર મુદ્દે ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડીયાએ સરકારને ચેતવણી આપી. કહ્યું જો સરકાર ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નવી વળતર નીતિ જાહેર કરશે તો આંદોલન ચાલુ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વીજ લાઈનને લઈને ખેડૂતોએ રેલી યોજી ગોંડલમાં ખેતરોમાંથી પસાર થતી જેટકો કંપનીની હાઈટેન્શન વીજ લાઈનોને લઈને ખેડૂતોએ આજે રેલી યોજી નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું.દરમિયાન કિસાન અગ્રણી અને આપના નેતા જીગીષા પટેલ વચ્ચે શાબ્દિક ટક્કર થઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોર્પોરેશનના પાંચ એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા સુરતના નાસીરનગર ડિમોલિશનમાં કોર્પોરેશનના એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થળ પર હાજર જયંગ રામજીવાલા, સુજલ પ્રજાપતિ,, મોનિક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરનો સમાવેશ થાય છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એમ્બરગ્રીસ વેચવા આવેલા વિદ્યાર્થીઓ ઝડપાયા અમદાવાદના સરખેજમાં 1.82 કરોડની વ્હેલ માછલીની ઉલટી વેચવા આવેલા ત્રણ વિદ્યાર્થીઓ ઝડપાયા. આરોપીઓ બીએ, LLB અને બીકોમના વિદ્યાર્થીઓ છે. ત્રણેયે મોરબીના વ્યક્તિ પાસેથી એમ્બરગ્રીસ વેચવા લીધી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડિમોલીશન ખર્ચના વિવાદ બાદ મનપાનો નિર્ણય જંગલેશ્વર ડિમોલીશન ખર્ચના વિવાદ બાદ રાજકોટ મનપાનો મોટો નિર્ણય.. તમામ રેટ કોન્ટ્રાક્ટનો રીસર્વે કરાશે.. ચાલુ કોન્ટ્રાક્ટ દરમિયાન પણ નીચા ભાવે કામ કરવા અન્ય પાર્ટીને આમંત્રિત કરાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ED અને CBIના નામે 3.18 કરોડની ઠગાઈ કરનાર ઝડપાયો અમદાવાદની આંગડિયા પેઢીના ED એ જપ્ત કરેલા 11 કરોડ રુ. પરત અપાવવાનું કહીને ઠગે પેઢીના માલિકના 3.18 કરોડ રુ. પડાવ્યા.. ઠગે પોતાનું CBI અને EDમાં સેટિંગ હોવાનું કહી આ રકમ પડાવી હતી. .આરોપી સામે અગાઉ પણ 120 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ‘Rain of eggs’: Mahua Moitra alleges attack, gets a taunt from minister
    Next Article
    પિતા-પુત્રએ 20 હજારની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ કરી માર માર્યો:રકમ પરત કરવામાં મોડું થતા ધોકો અને લોખંડનો પાઇપ લઈને તૂટી પડ્યા, ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment