Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામોની મોમેન્ટ્સ:કોલકાતામાં TMC ઓફિસ પર સન્નાટો, ભાજપ હેડક્વાર્ટર પર પૂરી-જલેબી બની; ચેન્નઈ DMK કાર્યાલયના તંબુ સંકેલાયા

    10 hours ago

    પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોલકાતામાં સવારથી TMC ઓફિસ પર સન્નાટો છવાયેલો છે. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર પર પૂરી-જલેબી બનવાનું શરૂ થઈ ગયું છે. બેન્ડ-બાજા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શરૂઆતમાં ચેન્નાઈમાં DMK ઓફિસમાં ઉત્સવનો માહોલ હતો, પરંતુ હવે તંબુઓ સમેટવાં આવ્યા છે. મતગણતરી દરમિયાનની 6 મોમેન્ટ્સ… 1. કોલકાતામાં TMC ઓફિસ પર સન્નાટો પશ્ચિમ બંગાળમાં મતગણતરી વચ્ચે કોલકાતામાં TMC ઓફિસની બહાર સન્નાટો છવાયેલો છે. અહીં સવારના સમયે કોઈ હલચલ જોવા મળી ન હતી. જ્યારે ભાજપ કાર્યાલય પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, સાંસદ સંજય જયસ્વાલ સહિત અનેક નેતાઓ પહોંચ્યા છે. 2. ભાજપ હેડક્વાર્ટર પર જલેબી બની દિલ્હી સ્થિત BJP હેડક્વાર્ટર ખાતે મતગણતરી શરૂ થતાં જ ઉજવણીની તૈયારીઓ દેખાવા લાગી. અહીં કાર્યકરોએ જલેબી બનાવવાનું શરૂ કરી દીધું. ૩. DMK કાર્યાલયમાંથી તંબુ હટાવ્યા ચેન્નઈમાં DMK પાર્ટીના મુખ્યાલય અન્ના અરિવલયમ ખાતે તંબુ સમેટી લેવામાં આવ્યા છે, કારણ કે વલણો દર્શાવે છે કે પાર્ટી ત્રીજા સ્થાને પાછળ છે. શરૂઆતના વલણોમાં, TVK - નંબર વન પાર્ટી તરીકે ઉભરી આવી છે. 4. દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટર ખાતે બેન્ડ-બાજા સાથે ઉજવણી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં વિવિધ સ્વરૂપોમાં ઉજવણી ચાલી રહી છે. એક બેન્ડ પરિસરમાં આવી ગયું છે. પીએમ મોદી સાંજે 7 વાગ્યે અહીં આવવાના છે. પાર્ટીના કાર્યકરોને સાંજે 5 વાગ્યા સુધીમાં ભેગા થવાનું કહેવામાં આવ્યું છે. 5. સિલીગુડીમાં ભાજપના કાર્યકરોએ ગુલાલ લગાવીને ઉજવણી કરી બંગાળના સિલિગુડીમાં ભાજપ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે. અહીં, કાર્યકરોએ એકબીજા પર ભગવા રંગનો ગુલાલ લગાવ્યો અને પાર્ટીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. 6. કેરળમાં કોંગ્રેસની જીતની ઉજવણી દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. કેરળમાં, કોંગ્રેસ સમર્થિત UDF ગઠબંધન શરૂઆતના વલણોમાં આગળ છે. પાંચેય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઘણા એવા દ્રશ્યો જોવા મળ્યા, જે ચર્ચામાં રહ્યા. પીએમ મોદીએ બંગાળમાં ઝાલમુડી ખાધી, તો રાહુલ ગાંધી કેરળમાં સાયકલ પર ફર્યા. મમતાએ શાકભાજી ખરીદી તો મોદીએ હોડી ચલાવનારને ગળે લગાવી લીધો. ચૂંટણી પ્રચારના 51 દિવસો, 8 મોમેન્ટ્સ
    Click here to Read More
    Previous Article
    સોનાર બાંગ્લામાં જય જય ગરવી ગુજરાત:ભાજપને 192 બેઠકો પર લીડ; 6% મત વધવાથી 115 બેઠકોને ફાયદો, TMCને એટલું જ નુકસાન
    Next Article
    જામનગર ધોરણ 12 પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહ 92.99%, વિજ્ઞાન 89.90%:મોદી સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, ગુજકેટમાં બે ટોપર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment