Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર ધોરણ 12 પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહ 92.99%, વિજ્ઞાન 89.90%:મોદી સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, ગુજકેટમાં બે ટોપર

    7 hours ago

    જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં 92.99 ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં 89.90 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સામાન્ય પ્રવાહમાં કુલ 8200 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 8000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 7415 વિદ્યાર્થીઓ સફળ રહ્યા, જ્યારે 585 વિદ્યાર્થીઓ નાપાસ થયા. ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો, A-1 ગ્રેડમાં 241 વિદ્યાર્થીઓ, A-2 ગ્રેડમાં 118, B-1 ગ્રેડમાં 886, B-2 ગ્રેડમાં 216, C-1 ગ્રેડમાં 164, C-2 ગ્રેડમાં 1009, D ગ્રેડમાં 105 અને E ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1837 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1822 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પ્રવાહમાં 193 વિદ્યાર્થીઓ નાપાસ થયા, જ્યારે 1629 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. વિજ્ઞાન પ્રવાહના ગ્રેડ મુજબ, A-1 ગ્રેડમાં 29 વિદ્યાર્થીઓ, A-2 ગ્રેડમાં 599, B-1 ગ્રેડમાં 436, B-2 ગ્રેડમાં 382, C-1 ગ્રેડમાં 189 અને C-2 ગ્રેડમાં 25 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 29 A-1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓમાંથી, જામનગરની મોદી સ્કૂલના 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજરાત બોર્ડના ટોપ 10 માં મોદી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવનાર બે વિદ્યાર્થીઓ પણ મોદી સ્કૂલના છે, જેમણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોમર્સ પ્રવાહમાં પણ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ગુજરાત બોર્ડના ટોપ 10 માં મોદી સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં 99.97 પર્સેન્ટાઈલ સાથે ગુજરાતમાં પ્રથમ, 99.95 પર્સેન્ટાઈલ સાથે પાંચમું અને 99.91 પર્સેન્ટાઈલ સાથે બે વિદ્યાર્થીઓએ દસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉચ્ચ પરિણામોને કારણે જામનગર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના સંયુક્ત પ્રયાસોથી આ સફળતા મળી હોવાનું શિક્ષણવિદોએ જણાવ્યું હતું. શિક્ષણ તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ વધુ સારા પરિણામો માટે પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    5 રાજ્યોમાં ચૂંટણી પરિણામોની મોમેન્ટ્સ:કોલકાતામાં TMC ઓફિસ પર સન્નાટો, ભાજપ હેડક્વાર્ટર પર પૂરી-જલેબી બની; ચેન્નઈ DMK કાર્યાલયના તંબુ સંકેલાયા
    Next Article
    IDFC Bank fraud: Haryana power utility’s chief financial officer Amit Dewan dismissed for ‘blatant corruption, gross misconduct’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment