Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેફેએ લીંબુ પાણી પર 5% ગેસ-ક્રાઇસિસ ચાર્જ વસૂલ્યો:₹358ના બિલ પર ₹17 વધારાના લીધા; યુઝર્સે કહ્યું- આ બનાવવામાં કયો ગેસ લાગે છે

    2 days ago

    દેશભરમાં ચાલી રહેલા LPG સંકટ વચ્ચે બેંગલુરુના એક કેફેએ તેના ગ્રાહકને લીંબુ પાણીના બિલ પર 5% 'ગેસ ક્રાઈસિસ ચાર્જ' લગાવી દીધો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેફેની રસીદનો ફોટો વાયરલ થયા પછી લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બેંગલુરુના 'થિયો કેફે'ની આ વાયરલ રસીદ મુજબ, એક ગ્રાહકે બે મિન્ટ લેમોનેડ (લીંબુ પાણી) ઓર્ડર કર્યા હતા. એક લેમોનેડની કિંમત ₹179 હતી, એટલે કે બે માટે ₹358 થયા. કેફેએ પહેલા ₹17.90નું 5% ડિસ્કાઉન્ટ આપ્યું, પરંતુ પછી સ્ટાન્ડર્ડ GST (CGST અને SGST) સાથે 'ગેસ ક્રાઈસિસ ચાર્જ'ના નામે 5% એટલે કે ₹17.01 અલગથી ઉમેરી દીધા. આ રીતે ગ્રાહકનું કુલ બિલ ₹374 થઈ ગયું. સોશિયલ મીડિયા પર લોકો બોલ્યા- 'ગેસ વગરનો શું ચાર્જ?' X પર બિલનો ફોટો શેર થતાં જ યુઝર્સે કેફેની ટીકા કરી. લોકોએ સવાલ પૂછ્યો કે લીંબુ પાણી બનાવવામાં આખરે કયો ગેસ વપરાય છે, જેના માટે 'ક્રાઇસિસ ચાર્જ' વસૂલવામાં આવી રહ્યો છે? કેટલાક યુઝર્સે તેને ગ્રાહકોને લૂંટવાનું નવું બહાનું ગણાવ્યું, તો કેટલાકે તેને 'મોંઘવારીનો ડિજિટલ અવતાર' ગણાવ્યો. કોમર્શિયલ LPG સિલિન્ડરનો સપ્લાય શરૂ સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડર પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકારે 9 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો હતો. યુદ્ધ વચ્ચે પહેલું ભારતીય જહાજ LPG લઈને પહોંચ્યું અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે LPG કેરિયર જહાજ શિવાલિક કતારથી ગેસ લઈને ભારત પહોંચી ગયું છે. આ જહાજ સોમવારે સાંજે 5 વાગ્યે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું. શિવાલિક જહાજ પર લગભગ 46 હજાર મેટ્રિક ટન LPG ભરેલી છે, જે આશરે 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર બરાબર હોવાનું કહેવાય છે. આ જહાજ 14 માર્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત પહોંચનારું આ પહેલું LPG જહાજ છે. શિપિંગ મંત્રાલય અનુસાર, નંદા દેવી નામનું જહાજ પણ લગભગ 46 હજાર ટન LPG લઈને ભારત આવી રહ્યું છે અને તેના આવતીકાલે પહોંચવાની સંભાવના છે. જ્યારે જગ લાડકી જહાજ લગભગ 81 હજાર ટન મુરબાન ક્રૂડ ઓઇલ લઈને ભારત તરફ આવી રહ્યું છે અને તેના પણ આવતીકાલે મુંદ્રા બંદરગાહે પહોંચવાની અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    Oscars 2026 Winners LIVE Updates: One Battle After Another wins Best Picture; Priyanka Chopra nods as co-presenter Javier Bardem demands ‘Free Palestine’
    Next Article
    MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રિન્ટ એડ્સ વર્કશોપ યોજાયો:ગ્રાહક મનોવિજ્ઞાન દ્વારા જાહેરાતોને અસરકારક બનાવવાની તાલીમ અપાઈ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment