Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં ગેરકાયદે ખનિજ વહન કરતા 5 ટ્રેક્ટર જપ્ત:મોરથળા, ગુગલીયાણા, થાનગઢથી ₹30 લાખનો મુદ્દામાલ ઝડપાયો

    8 घंटे पहले

    ચોટીલા સબ ડિવિઝન હેઠળ મોરથળા, ગુગલીયાણા અને થાનગઢ ગામમાંથી ગેરકાયદેસર સફેદ માટી/ફાયરક્લે ખનિજનું વહન કરતા પાંચ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની ટીમે આ કાર્યવાહી કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹30 લાખ આંકવામાં આવી છે. આ ટ્રેક્ટરો વાંકાનેર તાલુકાના કાંછીયાગાળા ગામથી માટી ભરીને મોરથળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પકડાયા હતા. જપ્ત કરાયેલા ટ્રેક્ટરોમાં GJ 36 AL 0720, GJ 36 AL 8147, GJ 13 CA 8433 નંબરના ત્રણ ટ્રેક્ટર અને નંબર વગરના બે ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેક્ટર ટ્રોલી સાથે હતા. કુલ ₹30,00,000 (ત્રીસ લાખ રૂપિયા) નો મુદ્દામાલ જપ્ત કરીને ચોટીલા અને થાનગઢની મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. ગેરકાયદેસર ખનિજ વહન કરનારા ઇસમોમાં વાંકાનેર તાલુકાના કાંછીયાગાળા ગામના ગોરઘનભાઈ માવજીભાઈ સાપરા, સવજીભાઈ તેજાભાઈ ઘોળીયા, ગોવિંદભાઈ માવજીભાઈ સાપરા, તેમજ થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામના દશરથભાઈ લુડાભાઈ મઘવાનીયા અને રાવરાણી ગામના વેલાભાઈ સેલાભાઈ શિયાળીયાનો સમાવેશ થાય છે. આ તમામ ઇસમો સામે "ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017" હેઠળ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    In Tarun Tejpal Conviction, Echoes Of Survivor's Letter To Tehelka 13 Years Ago
    Next Article
    હારીજમાં 150 કિલો અસ્વચ્છ માવો જપ્ત:ખોરાક અને ઔષધ તંત્રે ₹27,000નો માવો સ્થળ પર નષ્ટ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment