Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજમાં 150 કિલો અસ્વચ્છ માવો જપ્ત:ખોરાક અને ઔષધ તંત્રે ₹27,000નો માવો સ્થળ પર નષ્ટ કર્યો

    9 hours ago

    પાટણના હારીજમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અસ્વચ્છ સ્થિતિમાં સંગ્રહ કરાયેલો 150 કિલોગ્રામ મીઠો માવો જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ માવાની અંદાજિત કિંમત ₹27,000 હતી. જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણની ટીમે હારીજમાં રામદેવ હોટલ પાછળ આવેલા પંડિત મહેશ ભગવાનભાઈની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, ખાદ્ય વ્યવસાય એકમમાંથી અનહાઈજેનિક પરિસ્થિતિમાં અને જરૂરી લેબલિંગ વિના સંગ્રહ કરાયેલો આશરે 150 કિલોગ્રામ મીઠો માવો મળી આવ્યો હતો. આ જથ્થો નાશવંત ખાદ્ય પદાર્થ હોવાથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવતો હોવાથી અધિકારીઓએ તાત્કાલિક તેનો નાશ કર્યો હતો. પેઢીના સંચાલકને Food Safety and Standards Act, 2006 અને તેના હેઠળના નિયમોનું કડકપણે પાલન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં ગેરકાયદે ખનિજ વહન કરતા 5 ટ્રેક્ટર જપ્ત:મોરથળા, ગુગલીયાણા, થાનગઢથી ₹30 લાખનો મુદ્દામાલ ઝડપાયો
    Next Article
    Ground Report | દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું | સુરતમાં પાણીએ શ્વાસ અધ્ધર કર્યા | Rain Forecast News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment