Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં નેશનલ હાઈવે પરથી 5 વર્ષમાં ₹20,383 કરોડનો ટોલ વસૂલાયો:તેની સામે ₹47,236 કરોડની ફાળવણી, સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલ પર નીતિન ગડકરીએ આપી માહિતી

    4 days ago

    કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી કુલ રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો છે. આ જ સમયગાળા દરમિયાન, રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે કેન્દ્ર સરકારે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 11 માર્ચ, 2026ના રોજ આ માહિતી આપી હતી. મુખ્ય હાઈવે પ્રોજેક્ટ્સની સ્થિતિ અને સમયમર્યાદા વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સના કામ અને તેની પૂર્ણ થવાની સંભવિત સમયમર્યાદા વિશે પણ વિગતો રજૂ કરી હતી: NH-48 (વાપી-સુરત-ભરૂચ): આ સ્ટ્રેચ પર 16 પુલ અને ફ્લાયઓવરનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ભરૂચ-વડોદરા સેક્શન: અહીં 7 પુલ અને ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. શામળાજી-મોટા ચિલોડા: સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ થશે. રાજકોટ-જેતપુર (NH-27): આ સેક્શનનું સિક્સ-લેનિંગ કાર્ય જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માર્ચ-2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જાળવણી અને સમારકામ પરિમલ નથવાણીએ ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર જેવા મુખ્ય માર્ગો પરના ખાડાઓ અને તૂટેલી સપાટી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં જણાવાયું હતું કે NH-48ના મોટાભાગના સ્ટ્રેચ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) હેઠળ જાળવણી હેઠળ છે. નોંધનીય છે કે રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ હાલ ગુજરાત સરકારના અધિકારક્ષેત્રમાં છે અને રાજ્યના બજેટમાંથી તેનું કામ કરવામાં આવી રહ્યું છે. પાંચ વર્ષનો ટોલ વસૂલાતનો ચાર્ટ (રૂ. કરોડમાં): સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ દર વર્ષે ટોલ કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે:
    Click here to Read More
    Previous Article
    રશિયા પાસેથી 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદશે ભારત:રિલાયન્સ-IOCએ બુકિંગ કર્યું, ઈરાન યુદ્ધ વચ્ચે સપ્લાય બંધ થયા બાદ નિર્ણય
    Next Article
    રિલાયન્સ અમેરિકામાં વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી સ્થાપશે:ડોનાલ્ડ ટ્રમ્પે રિલાયન્સ અને ભારતનો આભાર માન્યો, 25 લાખ કરોડનું રોકાણ થશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment