Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 શખ્સોની અટકાયત:જખૌમાં સાગર કવચ કવાયત હેઠળ RDX ભરેલી બોટ ઝડપાઇ

    13 hours ago

    સંવેદનશીલ દરિયાઈ સીમા પર સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે ચાલી રહેલી સાગર કવચ કવાયત દરમિયાન જખૌ મરીન પોલીસે વહેલી સવારે દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોટને વિસ્ફોટકો સાથે ઝડપી પાડી હતી. મળતી વિગતો મુજબ, જખૌ મરીન પોલીસના પીઆઈ વી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે. ગોહિલ અને તેમનો સ્ટાફ દરિયાઈ સરહદે પેટ્રોલિંગમાં હતો. સવારે ખીદરત ટાપુ નજીક શંકાસ્પદ બોટ નજરે પડતા પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરી આંતરી લીધી હતી. દાતાર-1 નામની બોટમાં તપાસ કરી ત્યારે RDX બોક્સ મળી આવ્યું હતું. આ સાથે બોટમાં સવાર 3 શંકાસ્પદ વ્યક્તિ અને 2 ક્રૂ મેમ્બર મળી કુલ 5 શખ્સોની અટકાયત કરાઈ હતી.પકડાયેલા પાંચેય શખ્સોની પૂછપરછ અને આઈડી કાર્ડની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ તમામ વ્યક્તિઓ સાગર કવાયત અંતર્ગત બનાવવામાં આવેલી રેડ ફોર્સના સભ્યો હતા. દરિયાઈ માર્ગે આતંકી ઘૂસણખોરી કેવી રીતે થઈ શકે અને પોલીસ તેને કેટલી ઝડપથી રોકી શકે છે, તે ચકાસવા માટે આ ડમી ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. મરીન પોલીસે સમયસૂચકતા વાપરીને આ શંકાસ્પદ બોટને પકડી કવાયતનો હેતુ સિદ્ધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ધો-10નું 82.34% પરિણામ, 780 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ:ગત વર્ષ કરતા 1.13%નો વધારો, 98.64% સાથે સૌથી ઊંચુ પરિણામ ઘુસિયા ગીર, દેલવાડાનં સૌથી ઓછું 51.04%
    Next Article
    સૂર્યા કંપનીના નામે કારસ્તાન:રૂ.22.95 કરોડના ITC કૌભાંડમાં CA અને પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment