Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂર્યા કંપનીના નામે કારસ્તાન:રૂ.22.95 કરોડના ITC કૌભાંડમાં CA અને પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

    12 hours ago

    રાજકોટ સ્ટેટ જીએસટી વિભાગે સોની બજાર અને સામાકાંઠા વિસ્તારમાં પાડેલા દરોડા બાદ આખરે કરોડોના બોગસ બિલિંગ કાંડના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. સૂર્યા હાઇબ્રિડ લિ.ના નામે રૂ.22.95 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના કારસ્તાનમાં વિભાગે સોમવારે મોડી રાત્રે જાણીતા સીએ કપિલ દાસાણી અને કંપનીના પૂર્વ ડાયરેક્ટર રાજીવ મહેતાની ધરપકડ કરી છે. એસજીએસટીની તપાસમાં 2020થી 2026 સુધી ચાલેલા આ કૌભાંડમાં અનેક ચોંકાવનારી વિગતો બહારઆવી છે. જોઈન્ટ કમિશનર મલ્લિકા બલાતના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ખરીદ-વેચાણના ફેક ટ્રાન્ઝેક્શન બનાવી સરકારી તિજોરીને રૂ.22.95 કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ સીએ કપિલ દાસાણી ધરપકડથી બચવા હાઈકોર્ટમાં દોડી ગયો હતો, પરંતુ હાઈકોર્ટે તેની કરતૂતો જોઈ આગોતરા જામીન ફગાવી દેતા જીએસટીએ તેને દબોચી લીધો હતો. રાજીવ મહેતા પોતે ડિફોલ્ટર હોવાથી તેણે સીએની મદદથી નિર્દોષ લોકોને લોનના બહાને લલચાવી, તેમના ડોક્યુમેન્ટ્સ મેળવી કંપનીના ડાયરેક્ટર બનાવી દીધા હતા, જેઓ આ કૌભાંડથી સદંતર અજાણ હતા. કાનૂની લડતમાં GSTને લપડાક | 14 દિવસના રિમાન્ડ માગ્યા પણ કોર્ટે ધરપકડ જ ‘ગેરકાયદે’ ઠેરવી મુક્ત કર્યા! એસજીએસટીના અધિકારીઓએ બંને આરોપીઓને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોણા બે કલાક ચાલેલી દલીલોમાં બચાવ પક્ષના વકીલ અપૂર્વ મહેતાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું શસ્ત્ર ઉગામ્યું હતું. અદાલતે માન્યું કે જીએસટી દ્વારા કરાયેલી ધરપકડ નિયમ વિરુદ્ધની છે. અંતે, રિમાન્ડ તો દૂરની વાત, કોર્ટે ધરપકડ જ ગેરકાયદે ઠેરવી સી.એ. કપિલ દાસાણીને મુક્ત કરવા આદેશ કર્યો હતો, જેના પગલે રાજીવ મહેતાને પણ છોડી મૂકવા પડ્યા હતા. આમ અદાલતે બંનેને મુક્ત કરવા આદેશ કરતા જીએસટી વિભાગની આબરૂના ધજાગરા ઉડ્યા હતા. આરોપીઓની ‘શાતિર’ મોડસ ઓપરેન્ડી લોનનું બહાનું: રાજીવ મહેતાનો સીબીલ રિપોર્ટ ખરાબ હોવાથી તેણે લોન અપાવવાના નામે સામાન્ય લોકોના દસ્તાવેજો મેળવ્યા હતા. અજાણ ડાયરેક્ટર: ઓરિજિનલ ચાર ડાયરેક્ટરને ખબર પણ નહોતી કે તેમના નામે કરોડોના વ્યવહારો થઈ રહ્યા છે. ફેક રેકર્ડ: સીએ કપિલ દાસાણીએ કાગળ પર ખરીદ-વેચાણ બતાવી ₹22.90 કરોડની આઇટીસી ચોરીનું આખું માળખું તૈયાર કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    5 શખ્સોની અટકાયત:જખૌમાં સાગર કવચ કવાયત હેઠળ RDX ભરેલી બોટ ઝડપાઇ
    Next Article
    Tamil Nadu Election Results Live: Vijay Likely To Form Government Tomorrow, Say Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment