Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની 5 ITIના કાયાકલ્પ માટે PM-SETU હેઠળ ₹240 કરોડનું રોકાણ:નાણામંત્રીએ વાપીમાં જાહેરાત કરી; કેન્દ્ર, રાજ્ય અને ઉદ્યોગો આપશે ફંડ

    6 hours ago

    વલસાડ જિલ્લાના યુવાનોને રોજગારી માટે PM-SETU યોજના લાગુ કરાશે. વાપી VIA ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને કલેક્ટર નીતિન સાંગવાનની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, PM-SETU હેઠળ પાંચ વર્ષમાં વલસાડની પાંચ ITIનું આધુનિકીકરણ થશે. કુલ ₹240 કરોડનું રોકાણ કરાશે. કેન્દ્ર ₹120 કરોડ, રાજ્ય ₹80 કરોડ અને ઉદ્યોગો ₹40 કરોડ આપશે. મેરિલ લાઇફ સાયન્સ, શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ અને હ્યુબર ગ્રૂપ ₹20 કરોડનું યોગદાન આપશે. UPL, વારી એનર્જીસ, DOMS, આરતી ઇન્ડસ્ટ્રીઝ, પીડીલાઇટ, બાયર સહિતના અન્ય ઉદ્યોગો પણ જોડાશે. ITIમાં AI, એરોસ્પેસ, સેમિકન્ડક્ટર, સોલાર એનર્જી, ડ્રોન અને રોબોટિક્સ જેવા નવા કોર્સ શરૂ થશે. અભ્યાસક્રમ સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરાશે. કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું કે, સુરત બાદ વલસાડમાં આ યોજના અમલમાં આવી છે. એક ITI હબ અને ચાર સ્પોક તરીકે વિકસાવવામાં આવશે. તાલીમાર્થીઓને ટ્રેનિંગ, અપ્રેન્ટિસશિપ અને પ્લેસમેન્ટ માટે માર્ગદર્શન મળશે.
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદમાં સંતોષી માતાની મૂર્તિ તોડવાનો પ્રયાસ:આરોપીએ મૂર્તિ પર લાકડીથી હુમલો કર્યો; લોકોએ પકડીને પોલીસને સોંપ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં રમણીકલાલ તુરખીયાનું દેહદાન:પરિવારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કર્યો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment