Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉ પ્લેઓફની રેસમાંથી બહાર:ચેન્નઈએ જીતીની હેટ્રિક લગાવી, 5 વિકેટે હરાવ્યું; 'ગુજ્જુ બોય' ઉર્વિલની IPLની ફાસ્ટેસ્ટ ફિફ્ટી

    19 hours ago

    લખનઉ સુપર જાયન્ટ્સ IPLમાં પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. રવિવારની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 5 વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ ઋષભ પંતની ટીમ બાકીની મેચો જીતીને પણ માત્ર 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકે તેમ છે, જે પ્લેઓફ માટે પૂરતા નથી. ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 203 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 204 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. છેલ્લી ઓવરમાં શિવમ દુબેએ એડન માર્કરામના બોલ પર સતત બે છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. ઉર્વિલે સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી ઉર્વિલ પટેલે 13 બોલમાં ફિફટી પૂરી કરી હતી. તેણે રાજસ્થાનના યશસ્વી જાયસ્વાલના સૌથી ઝડપી ફિફટીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. લખનઉમાંથી ઇંગ્લિસની ફિફટી જોશ ઇંગ્લિસે 85 રન કર્યા હતા. તેણે 33 બોલની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. અંતમાં શહબાઝ અહમદે અણનમ 43 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી જેમી ઓવરટને 3 વિકેટ ઝડપી હતી. અંશુલ કંબોજને 2 વિકેટ મળી હતી, જ્યારે એક વિકેટ નૂર અહમદને મળી હતી. બંને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, અકીલ હુસૈન, નૂર અહમદ, અંશુલ કંબોજ અને મુકેશ ચૌધરી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: ગુર્જપનીત સિંહ, પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, સરફરાઝ ખાન અને આકાશ મધવાલ. લખનઉ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, જોસ ઇંગ્લિસ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એઇડન માર્કરામ, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શહબાઝ અહમદ, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને દિગ્વેશ રાઠી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: મુકુલ ચૌધરી, આવેશ ખાન, અબ્દુલ સમદ, એમ સિદ્ધાર્થ અને મયંક યાદવ.
    Click here to Read More
    Previous Article
    Tackling El Nino effect: From 86 to 466, Maharashtra sees steady rise in water tankers in 30 days
    Next Article
    મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ શરૂઆત:ભુવનેશ્વરે ત્રણ બેટરને પેવેલિયન ભેગા કર્યા, બેંગલુરુએ ટૉસ જીતી બોલિંગ લીઘી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment