Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઘરાજાની તોફાની ઇનિંગથી અમદાવાદ બાનમાં, સરખેજ-નવરંગપુરામાં સવા ચાર ઈંચ વરસાદ:પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામ, 5 અંડરપાસ અને BRTSના રૂટ બંધ, AMTS ડાઇવર્ટ

    1 day ago

    અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ અને નવરંગપુરામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર, પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યુ રાણીપ, પાલડી, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા સહિતના વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સીટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધુ છે. પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. સવારે ભારે વરસાદ પડતા જ નોકરી-ધંધે જનારા નાગરિકોને હાલાકી પડી રહી છે. વિવેકબુદ્ધિથી જરૂર લાગ્યે શાળામાં રજા જાહેર કરવા DEO સૂચના અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે શાળાઓને સૂચના આપવામાં આવી છે. પોતાની વિવેકબુદ્ધિથી જરૂર લાગ્યે શાળામાં રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. DEO દ્વારા શહેરની તમામ શાળાઓને સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો રજા જાહેર કરવા પણ સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવા શાળા સંચાલકોને સૂચના અપાઈ છે. અડધા ગુજરાતમાં હજી પણ વરસાદની ઘટ રાજ્યમાં સિઝનનો 85 ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં હજી પણ 9 ટકા વરસાદની ઘટ છે. જિલ્લાની વાત કરીએ તો 17 જિલ્લા એવા છે કે જ્યાં 12 ટકાથી લઈ 78 ટકા સુધીની ઘટ વર્તાઈ રહી છે. ભાદરવાના પ્રારંભે વરસેલા વરસાદના કારણે ખેતીને તો હાલ પૂરતો ટેકો થઈ ગયો છે. પરંતુ, જો આગામી દિવસોમાં વધુ વરસાદ ન વરસે તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણીને લઈ ચિંતા વધી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સલમાનના બોડીગાર્ડથી બાળકને ધક્કો લાગ્યો:એક્ટરે જોયું તો બાળક સાથે મિલાવ્યો હાથ; બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા સલમાન
    Next Article
    અમદાવાદનું વેજલપુર ફરી પાણીમાં ગરકાવ:રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા, અનેક લોકોના વાહનો બંધ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment