Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ જાપ્તામાં 5 આરોપીને પરીક્ષા કેન્દ્ર લઈ જવાયા:રાજકોટ AIIMSના ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કેસમાં આરોપીઓ આજે MBBS ફાઇનલ યરની પરીક્ષા આપશે

    2 days ago

    રાજકોટ સ્થિત AIIMS હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટર રતનકુમાર મેઘવાલના આપઘાત પ્રકરણમાં ધરપકડ કરાયેલા 5 આરોપી વિદ્યાર્થીઓને આજે(16 માર્ચ) પોલીસ જાપ્તા હેઠળ પરીક્ષા આપવા લઈ જવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ MBBS ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ છે અને તેઓએ જેલમાંથી પરીક્ષા આપવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટ દ્વારા રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવતા, તમામ 5 આરોપીઓને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે શનિવારના રોજ પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરીની મિનિટોમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને રવિવારે કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. 14 માર્ચ, 2026એ રાજસ્થાનના ઇન્ટર્ન ડૉક્ટર આપઘાત કર્યો હતો આ ચકચારી કેસની વિગત મુજબ, રાજસ્થાનના જેસલમેરનો વતની રતનકુમાર 13 માર્ચે રાજસ્થાનથી રાજકોટ આવ્યો હતો અને 14 માર્ચની વહેલી સવારે પરાપીપળીયા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પૂર્વે યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર 18 પેજની સુસાઈડ નોટ મૂકી હતી, જેમાં તેની સાથે જ અભ્યાસ કરતા સહપાઠીઓ દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસનો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સુસાઈડ નોટમાં એક સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે, જે મૃતક અને આરોપી બંનેની મિત્ર હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાને પોતાની વ્યથામાં સાથી વિદ્યાર્થીઓના ત્રાસને જ અંતિમ પગલું ભરવાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. મૃતકે અગાઉ પણ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે રતનકુમારે અગાઉ પણ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 28 જાન્યુઆરી 2026ના રોજ પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન નીચે પડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે તેને બચાવી લેવાયો હતો. ત્યારબાદ તેનું આ અંગે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. તે સમયે તે થોડો સમય પોતાના વતન જેસલમેર પણ રહ્યો હતો, જ્યાં પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે. જોકે, ત્રીજી વખતના પ્રયાસમાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને રેગિંગ જેવા ગંભીર મુદ્દાઓ પર ફરી સવાલો ઉભા કર્યા છે. મૃતકને કઈ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપતા હતા તે દિશામાં તપાસ રાજકોટ SC-ST સેલના ACP ચિંતન પટેલે જણાવ્યું કે, સુસાઈડ નોટના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, યુવરાજ ચૌધરી (ત્રણેય રાજસ્થાન), નિર્વિઘ્નમ યાદવ (હરિયાણા) અને આયુષ યાદવ (ભરૂચ) નો સમાવેશ થાય છે. પોલીસ હાલમાં એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓ મૃતકને કઈ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપતા હતા. કેસની ગંભીરતાને જોતા પોલીસ પીડિત પરિવારને ન્યાય મળી શકે તે માટે તમામ પુરાવાઓ એકત્ર કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભાની 11 બેઠકો પર મતદાન:26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, જેલમાંથી બાહુબલી અનંત સિંહ મતદાન કરવા પહોંચ્યા; બિહાર-ઓડિશામાં ઉથલ-પાથલની શક્યતા
    Next Article
    રાજકોટમાં 6 શખસોએ પાઈપના ઘા ફટકારી યુવકની હત્યા નિપજાવી:આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, માતાએ કહ્યું- 'મારા દીકરાને સમાધાન માટે બોલાવી મારી નાખ્યો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment