Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળાના શિક્ષકો માટે 5 દિવસીય AI વર્કશોપ યોજાયો:AI પર શિક્ષકોને માર્ગદર્શન, કીટબેગ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા

    4 days ago

    સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના ખાસ ઉપસ્થિત રહ્યા રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પર 5 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું, જેના સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના, IAS મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર શિક્ષકો ને માર્ગદર્શન આપ્યું અને તેમને કીટબેગ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ભાગ લીધેલ શિક્ષકોએ વર્કશોપમાં એમને ખૂબ જ નવું જાણવા અને શીખવા મળ્યું તથા તે તેમને ખૂબ ઉપયોગ બની રહેશે તેના વિષે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો, આ 5 દિવસીય વર્કશોપ દરમિયાન GEC ભાવનગર, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી, શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ ભાવનગર, IIIT વડોદરા, IITE ગાંધીનગર, સાયબર સેલ ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો પધારેલ હતા, તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, શિક્ષકો ને શિક્ષણ પ્રણાલી માં કેવી રીતે મદદરૂપ થઈ શકે, AI બેસ્ડ ઇફેક્ટિવ ક્લાસરૂમ પ્રોજેક્ટ, હેન્ડસ-ઓન રૉબોટિક્સ સેશન, પાયથોન પ્રોગ્રામિંગ, સ્માર્ટ બોર્ડ દ્વારા વર્ગખંડમાં AI નો ઉપયોગ, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતર માં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપ્યું હતું, સાથે સાથે આરએસસી ગેલેરી વિઝિટ, નેચર વોક, સ્કાય ગેઝીંગ તથા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી જેમાં શિક્ષકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ 5 દિવસીય વર્કશોપ માટે સમગ્ર ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ, પંચમહાલ, જામનગર, ડાંગ, છોટાઉદેપુર તથા બોટાદ જેવા 10 જીલ્લાઓ માંથી ધોરણ 8 થી 12 ના 100 શિક્ષકોએ ભાગ લીધો હતા, જેમાં 37 મહિલા તથા 71 પુરુષ શિક્ષકો સહભાગી છે, આ વર્કશોપ માટે 91 સ્ટેટ બોર્ડ, 2 EMRS અને 7 સીબીએસઇ શાળાના શિક્ષકો ની પસંદગી કરવામાં આવી છે. આરએસસી ભાવનગર દ્વારા અગાઉ એક વર્કશોપ શાળાના શિક્ષકો માટે તથા બે વર્કશોપ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની ESIC હોસ્પિટલમાં ઇયળવાળી ખીચડી પીરસાઈ:હોસ્પિટલની બેદરકારી સામે દર્દીઓનો હોબાળો, પૂર્વ કોર્પોરેટરની મનસુખ માંડવિયાને લેખિતમાં ફરિયાદ
    Next Article
    Amid War With Iran, Pete Hegseth's 'Secret' Visit To Meet US Troops In Gulf

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment