Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલામાં શ્રમિક અન્નપૂર્ણા બૂથનું લોકાર્પણ:સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ કર્યું ઉદ્ઘાટન, 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન

    10 hours ago

    રાજુલાના ટાવર ચોક પાસે શ્રમિક અન્નપૂર્ણા બૂથ શરૂ કરાયું છે. સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ તેનું લોકાર્પણ કર્યું હતું. આ બૂથ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે. ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. અઠવાડિયામાં એકવાર સુખડી જેવી મીઠાઈ પણ અપાશે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, રાજુલા સિવિલ હોસ્પિટલ પાસે, ધારી અને કુકાવાવમાં પણ આવા બૂથ શરૂ થયા છે. જે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ નથી, તેઓ બૂથ પર હંગામી નોંધણી કરાવી 15 દિવસ સુધી ભોજનનો લાભ લઈ શકશે. આ યોજના શ્રમિકોને પોષણ અને આર્થિક રાહત આપશે.
    Click here to Read More
    Previous Article
    તલોદમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે નવરાત્રિનો પ્રારંભ:પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ જોડાયા; લોકગાયિકા હર્ષા પટેલે ગરબાથી માહોલ જમાવ્યો
    Next Article
    વડાલીના માણેકચોક નવરાત્રીમાં દુર્ગાવાહિનીની બહેનોએ તલવારબાજી કરી:શૌર્યપૂર્ણ ગરબા કરી નારી શક્તિનો પ્રભાવ ઉજાગર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment