Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપૂરતા પાણી પુરવઠાના કારણે રહેવાસીઓ અસરગ્રસ્ત થયા:વરસામેડીની વિવિધ સોસાયટીમાં 5 માસથી 900 પરિવાર ટેન્કર પર નિર્ભર

    1 week ago

    વરસામેડીની બાગેશ્રી ટાઉનશિપ તથા આસપાસની વિવિધ સોસાયટીમાં છેલ્લા પાંચ મહિનાથી અનિયમિત અને અપૂરતા પાણી પુરવઠાના કારણે 900થી વધુ પરિવારો અસરગ્રસ્ત છે અને લોકોને રોજિંદી જરૂરિયાતો માટે પણ ટેન્કર મારફતે પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. બાગેશ્રી વેલફેર ટ્રસ્ટ તથા આસપાસની સોસાયટીઓના રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય માસથી નિયમિત પાણી પુરવઠો થઈ રહ્યો નથી. ઘણી વખત 10થી 15 દિવસના અંતરાલ બાદ પાણી મળે છે, જેના કારણે રોજિંદી જરૂરિયાતો માટે પાણીની ભારે તંગી ઊભી થઈ રહી છે. બીજી તરફ, ટેન્કર મારફતે પાણી મંગાવવાના કારણે પરિવારો પર વધારાનો આર્થિક બોજ પણ પડી રહ્યો છે. બાગેશ્રી વેલફેર ટ્રસ્ટ તથા અસરગ્રસ્ત સોસાયટીઓના રહેવાસીઓએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે નર્મદા પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવી તમામ અસરગ્રસ્ત સોસાયટીના રહેવાસીઓ સમક્ષ વર્તમાન પાણી પુરવઠાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરે અને છેલ્લા પાંચ મહિનાથી નિયમિત પાણી પુરવઠો કેમ થઈ રહ્યો નથી તથા કાયમી ઉકેલ ક્યારે આવશે તે અંગે સ્પષ્ટતા કરે અને જો આગામી સાત દિવસમાં પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો તમામ અસરગ્રસ્ત સોસાયટીઓના રહેવાસીઓ સાથે મળીને આગળ જરૂરી પગલાં લેવા માટે મજબૂર થવું પડશે. અનેક રજૂઆતો પણ યોગ્ય કાર્યવાહી નહીં સમસ્યા અંગે રહેવાસીઓએ સંબંધિત અધિકારીઓને અનેક વખત મૌખિક રીતે રજૂઆત કરી છે. ઉપરાંત કલેક્ટર કચેરીને પણ 26 જૂન, 3 જુલાઈ તથા 13 જુલાઈના ઈ-મેલ મારફતે ફરિયાદ અને સમસ્યાની જાણ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર અને કાયમી ઉકેલ આવ્યો નથી. અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની પણ મુલાકાત કરીને પાણી પુરવઠાની સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરાઈ હતી. ધારાસભ્યે ઉકેલનું આશ્વાસન પણ આપ્યું હતું, પરંતુ તેમ છતાં હજુ સુધી પરિસ્થિતિમાં અપેક્ષિત સુધારો થયો નથી.
    Click here to Read More
    Previous Article
    દાદરાના ગોડાઉનમાં છુપાયેલો હતો નશાનો ખજાનો:વાપીથી મહારાષ્ટ્ર-UP સુધી ફેલાયેલા ₹14 કરોડના ડ્રગ નેટવર્કનો સપાટો; 2,778 કિલો MD ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત
    Next Article
    એસ્ટેટ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી:મનપા દ્વારા અનઅધિકૃત 311 કિઓસ્ક બોર્ડ ઉતારીને જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment