Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 દિવસમાં બીજી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા:ગાંધીનગરમાં પ્રતિ લિટર 90 પૈસા વધતા પેટ્રોલ 98.54 અને ડીઝલ 94.39એ પહોંચ્યું

    1 सप्ताह पहले

    આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ચાલી રહેલી તીવ્ર વધઘટ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવની સીધી અસર હવે રાજ્યના પાટનગર ગાંધીનગરના નાગરિકોના ખિસ્સા પર પણ પડવા લાગી છે. દેશની સરકારી તેલ કંપનીઓ દ્વારા મંગળવારે(19 મે) સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો નવો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. પાટનગરના વાહનચાલકો અને સામાન્ય જનતા માટે આ એક જ સપ્તાહમાં મોંઘવારીનો બીજો મોટો ફટકો છે. હાલ ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 98.54 અને ડીઝલનો ભાવ 94.39 પર પહોંચ્યો છે. 5 દિવસમાં બીજી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા સામાન્ય નાગરિકો માટે ચિંતાની વાત એ છે કે, એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઝીંકાયેલો આ બીજો મોટો ભાવ વધારો છે. આ પૂર્વે ગત 15 મેને શુક્રવારના રોજ જ ઇંધણની કિંમતોમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો હતો. માલ વહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર અસર જોવા મળશે આજના નવા ભાવ વધારા બાદ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલ, ડીઝલ અને વૈકલ્પિક ઇંધણ સીએનજીના ભાવ પણ વધી ગયા છે. માત્ર સાત દિવસમાં ઇંધણના ભાવમાં 4નો ઉછાળો આવતા પાટનગરના માલ વહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર તેની વ્યાપક અસર જોવા મળશે. ખાસ કરીને ડીઝલના ભાવ વધવાને કારણે ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ, લીલા શાકભાજી, ફળો અને દૂધના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સીધો વધારો થશે. વેપારીઓના મતે ટ્રાન્સપોર્ટરો દ્વારા ભાડા વધારવામાં આવતા જ આગામી અઠવાડિયામાં રિટેલ માર્કેટમાં મોંઘવારીનો ગ્રાફ ફરી એકવાર ઊંચો જશે. આગામી સમયમાં આકરા ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે વૈશ્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે લશ્કરી તણાવ વધવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઇલના ભાવ જે અગાઉ 70 ડોલર હતા.તે હવે ઉછળીને પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચી ગયા છે. તેલ કંપનીઓ ભારે આર્થિક દબાણ હેઠળ હોવાથી નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું ભરી રહી છે. જો પશ્ચિમ એશિયામાં આ તણાવ લાંબો સમય ચાલશે તો પાટનગરવાસીઓએ આગામી દિવસોમાં હજુ પણ વધુ આકરા ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે.
    Click here to Read More
    Previous Article
    260 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત શરૂ:ગૃહિણીથી લઈ ડોક્ટર સુધી, મહિલાઓ હવે પાલિકાની સત્તા સંભાળશે
    Next Article
    ચિત્રામાં ભાવનગર મનપાની ડીમોલીશન કાર્યવાહી:નાળા પર ખડકી દેવાયેલા 40 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment