Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ અને 5 ડેઝ વીકની માગ:8 હજાર કર્મચારીઓ કાર્યરત, PM મોદીની અપીલ બાદ ગુજરાત સચિવાલય ફેડરેશને CMને પત્ર લખ્યો

    11 hours ago

    પેટ્રોલ-ડીઝલ બચત, ટ્રાફિકમાં ઘટાડો અને ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે હવે ગુજરાત સચિવાલયમાં પણ ‘વર્ક ફ્રોમ હોમ’ અને ‘5 ડેઝ વીક’ અમલમાં મૂકવાની માંગ ઉઠી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન સાથે અંદાજિત 2500 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે. પેટ્રોલ-ડીઝલની બચત માટે રાજ્ય સરકાર પગલાં ભરે એવી રજૂઆત ફેડરેશનના પ્રમુખ કીર્તિ એલ. પટેલ અને મહામંત્રી હિરેન આર. પટેલ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવા, “વર્ક ફ્રોમ હોમ” અપનાવવા અને વર્ચ્યુઅલ મિટિંગને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને ઈંધણ બચતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પણ આ દિશામાં પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. ફેડરેશન દ્વારા સરકારને મહત્વના સૂચનો કરાયા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાત સચિવાલય રાજ્યના વહીવટી તંત્રનું કેન્દ્ર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અવરજવર કરે છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલનો વ્યાપક વપરાશ થાય છે અને ટ્રાફિકનો બોજ પણ વધે છે. કોરોનાકાળ દરમિયાન ઈ-ઓફિસ, વર્ચ્યુઅલ મિટિંગ, વીડિયો કોન્ફરન્સિંગ અને ડિજિટલ ફાઇલ સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હતી, જેના સકારાત્મક પરિણામો મળ્યા હતા. ફેડરેશને સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે. જેમાં વિભાગોની કામગીરી મુજબ તાત્કાલિક ‘વર્ક ફ્રોમ હોમ’ અથવા ‘હાઈબ્રિડ વર્ક મોડલ’ શરૂ કરવું, રાજ્ય સરકારમાં ‘5 ડેઝ વીક’ અમલમાં મૂકવો, રોટેશન આધારિત વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા શરૂ કરવી અને ઈ-ઓફિસ તથા ડિજિટલ માધ્યમોનો વધુ ઉપયોગ વધારવાનો સમાવેશ થાય છે. ઈંધણની બચત સાથે સાથે પ્રદૂષણમાં ઘટાડો અને સમય બચશે ફેડરેશનનું માનવું છે કે આ પગલાંથી માત્ર ઈંધણ બચત જ નહીં પરંતુ પ્રદૂષણમાં ઘટાડો, સમય બચત, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો અને ગ્રીન ગવર્નન્સને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા ઈંધણ બચતના સંદેશને રાજ્ય સરકાર દ્વારા અસરકારક રીતે અમલમાં મૂકવાનો સંદેશ પણ જશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપે કહ્યું- રાહુલ 22 વર્ષમાં 54 વાર વિદેશ ગયા:ફંડિંગ કોણે કર્યું; કોંગ્રેસે PMના 76 દેશોના 96 પ્રવાસોની યાદી જાહેર કરી
    Next Article
    NEET પેપર લીકનો અનોખો વિરોધ:AAPના કાર્યકર્તાઓએ ઝાલમૂડી ખવડાવી કહ્યું- હવે વિદ્યાર્થીઓ પાસે મમરા વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment