Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પેપર લીક છતાં ભાજપના નેતાઓના મોં માં મગ ભર્યા:બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

    1 day ago

    NEET પેપર લીકના વિરોધમાં દિલ્હીના જંતર મંતર ખાતે કોક્રોચ જનતા પાર્ટીની આગેવાનીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે તેમના સમર્થનમાં રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજે એક દિવસીય ધરણા પ્રદર્શન યોજાયું છે. જેમાં મોદીના ફોટા સાથે ન પઢા હું; ના પઢને દુંગા, વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરનાર ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પેપર ચોર - ગદ્દી છોડ, વિદ્યાર્થીઓ પર ખીલી સાથેના દંડા મારવામાં આવ્યા, દીકરીઓને ઇલેક્ટ્રિક શોક અપાયો જેવા પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. આ તકે AAP ના પ્રમુખે આક્ષેપ કર્યો કે આજે વિદ્યાર્થીઓ મરી રહ્યા છે છતાં ભાજપના ધારાસભ્યો કે સાંસદોના મોં માં મગ ભર્યા છે. પેપર લીક ₹2500 કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો તો અત્યારસુધીમાં 90 થી વધુ પેપર લીક થયા હોવાનું જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યુ હતુ કે, આજે અમે અહીંયા સાંજે 5 વાગ્યા સુધી બેસવાના છીએ અને પેપર લીક જે કૌભાંડ થયું છે. એ સામાન્ય ઘટના નથી. ₹2500 કરોડનું કૌભાંડ છે અને અમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગીએ છીએ.સાથે સાથે આ જે રદ્દ પરીક્ષા થઈ, એના દોઢ મહિનામાં 13 છોકરાના મૃત્યુ થયા છે. દોઢ જ મહિનામાં યુપી હોય, રાજસ્થાન હોય, અમદાવાદ હોય અને ઘણા રાજ્યોની અંદર આ છોકરાઓના મૃત્યુ થયા છે. એટલે અમારી માગણી છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પેપર લીક સૌથી વધારે ગુજરાતમાં થાય છે. અત્યાર સુધીમાં 90 થી વધારે પેપર લીક થયા છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો એના મોઢામાં મગ ભર્યા છે અત્યારે, એ બધા ક્યાં ખોવાઈ ગયા? દર્શિતાબેન નથી, ઉદયભાઈ કાનગડ નથી, આપણા સાંસદ સભ્ય નથી, રમેશભાઈ ટિલાળા નથી. આ બધા એના મોઢામાં મગ ભર્યા છે એટલે ચૂપ બેઠા છે. જ્યારે મોદીની મા ને એક શબ્દ કોકે કીધો હોય ત્યારે ભાજપના નેતાઓ રોડ ઉપર ઉતરી આવે છે. આજે વિદ્યાર્થીઓના મૃત્યુ થાય છે. આજે કેટલાને માર્યા. તમે જુઓ તો દંડામાં ખીલી ભરાવીને મારે છે. છાતીમાં મારે છે અને આ લોકોના ઓછામાં ઓછા 10 થી 15 જણા મરી ગયા પણ બહાર નથી આવ્યા! અને એક બેનના તો છોકરાના બે પગ ભાંગી નાખ્યા અને એ એની મા નો ફોન આવ્યો તો છોકરો એમ કહે છે કે 'મા, હું બરાબર છું, મને કાંઈ નથી થયું.' ફોનમાં એમ કહે છે છોકરો અને થોડીવાર પછી એનું મૃત્યુ થાય છે. ડોક્ટરો રોવે છે! તમે વિચાર કરો, આવી સ્થિતિ છે અને અરાજકતા ફેલાણી છે. હવે કદાચ 'નવનિર્માણ' જેવું આંદોલન થાય તો નવાઈ નહીં ગુજરાતમાં! અને આ ભાજપ સરકારથી હવે લોકો ત્રાસી ગયા છે અને મત આપીને પસ્તાય છે અત્યારે. દીકરીઓને શોર્ટ દેવામાં આવે છે. દિલ્હીમાં દીકરીઓને શોર્ટ દેવામાં આવે છે અને એની સાથે પોલીસવાળા એવું વર્તન કરે છે કે જે શોભે નહીં! એના પાછળના ભાગે દંડા મારવાની કોશિશ આ પોલીસવાળાએ કરી છે. કૃત્ય સારું નથી કર્યું. RSS ના ગુંડાઓ છે. તમે જુઓ તો લફંગાઓના વાળ કેવા હોય? એવા તો પોલીસ થઈને આવી ગયા છે દંડા લઈ લઈને. આ વ્યાજબી નથી. અમે આજે વિદ્યાર્થીના પ્રોટેક્શનમાં આવ્યા છીએ. એના આંદોલનમાં અમે ભાગ લેવા આવ્યા છીએ. આજે એને અમે સપોર્ટ કરવા આવ્યા છીએ. આજે વિદ્યાર્થીઓ છે, યુવાનો છે એને ખરેખર આપણી, વાલીઓની બધાની જરૂર છે અને આમ આદમી પાર્ટી વિદ્યાર્થીના સમર્થનમાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શરતભંગના 18 કેસમાં રૂ.2.18 કરોડનો દંડ:ખેતીની જમીન પર ગેરકાયદે ધમધમતી તન્ના સ્પોર્ટ્સ એકેડમીને .33.12 લાખની ફટકાર
    Next Article
    PM Promises "More Strict Actions" Against Leaks Today As Protests Continue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment