Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રાશનિંગના 5 દુકાનદારોને રૂ.8 લાખનો દંડ:સસ્તા અનાજની દુકાનોમાં જથ્થામાં વધઘટની ક્ષતિ સામે આવી, સૌથી વધુ અઢી લાખનો દંડ મહિલા પરવાનેદારને થયો

    10 hours ago

    રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા શહેર અને જીલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને ત્યાં સઘન ચેકીંગ કરાવવામાં આવી રહ્યું છે. જે દરમ્યાન જથ્થામાં વધઘટ સહિતની ક્ષતિઓ બહાર આવતા રાશનીંગના 5 દુકાનદારોને પુરવઠા અધિકારી અજય ઝાંપડા દ્વારા રૂ.8 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ રૂ.2.55 લાખનો દંડ જામટીંબડીના મહિલા પરવાનેદારને કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ જીલ્લાના જેતપુર, વિંછીયા, કેરાળી, જામટીંબડી અને સોખડા ગામમાં પુરવઠાની ટીમો દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વેપારી કિશોર હેમનાણી, જેન્તીભાઈ રાજપરા, ગાંડુભાઈ ગુજરાતી, વારસંકીયા લક્ષ્મીબેન અને બાલીયા મીનાબેનની દુકાનોમાંથી જથ્થામાં વધઘટ જણાતા આ તમામ કેસો પુરવઠા અધિકારી સમક્ષ ચાલી ગયા હતા.આ 5 કેસોમાં પુરવઠા અધિકારીએ રૂ.8,20,158 નો દંડ પરવાનેદારોને ફટકાર્યો હતો. આ ઉપરાંત વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સૌથી વધુ રૂ.2.55 લાખનો દંડ જામટીંબડીના પરવાનેદાર વારસંકીયા લક્ષ્મીબેનને ફટકારવામાં આવ્યો છે. જ્યારે જેતપુરના પરવાનેદાર કિશોરભાઈ હેમનાણીને રૂ.2.29 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. જયારે કેરાળીના ગાંડુભાઈ ગુજરાતીને રૂ.1.53 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરવાનેદારનું નામ - ગામ - તાલુકો - દંડ લક્ષ્મીબેન વારસંકીયા - જામટીંબડી - ઉપલેટા -રૂ.2,55,454 કિશોરભાઈ હેમનાણી - જેતપુર શહેર - જેતપુર - રૂ.2,29,986 ગાંડુભાઈ ગુજરાતી- કેરાળી - જેતપુર -રૂ.1,53,282 મીનાબેન બાલીયા - સોખડા - રાજકોટ તાલુકો - રૂ.1,30,804 જયંતી રાજપરા - વિંછીયા - વિંછીયા - રૂ.50,632
    Click here to Read More
    Previous Article
    ચીન સામે એકસાથે 27 માઈન્ડ ગેમ:ભારતે 1962ના યુદ્ધની જગ્યાનું નામ બદલ્યું, જિનપિંગને તેની જ ડર્ટી ટ્રીક મુબારક, બ્રિક્સ પહેલા ડ્રેગનની ઊંઘ થશે હરામ
    Next Article
    સંજાણમાં ‘હર ઘર તિરંગા’ યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા:ધારાસભ્ય રમણલાલ પાટકરની આગેવાનીમાં દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment