Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનું નિધન:અમરેલીમાં સાંજે 5 વાગ્યે સ્મશાનયાત્રા નીકળશે, રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી

    6 days ago

    અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું ટૂંકી બીમારી બાદ અમરેલીમાં નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી કોંગ્રેસના કાર્યકરો સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી છે. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના દિગજ્જ નેતાઓ અંતિમ યાત્રામાં જોડાય શકે છે. વીરજી ઠુમ્મર વર્ષ 2004થી 2009 દરમિયાન અમરેલી લોકસભા બેઠકના સાંસદ રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017થી 2022 દરમિયાન લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી. વીરજી ઠુમ્મરે રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ સેવા આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા વીરજી ઠુમ્મરની આક્રમક રાજકીય શૈલીને કારણે તેમની અલગ ઓળખ ઊભી થઈ હતી. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની નોકરી છોડીને હવે ફોક્સ ન્યૂઝમાં જોડાશે લેવિટ:બાળકોને કારણે વ્હાઇટ હાઉસમાં પદ છોડ્યું હતું, ટ્રમ્પની આ મનપસંદ ચેનલ
    Next Article
    ધૂમ સ્ટાઇલમાં બાઈક દોડાવતા નબીરાઓ સામે તવાઈ:અડાજણમાં રાત્રિ પેટ્રોલિંગમાં સ્પીડના શોખીનો પકડાયા, 11 બાઈક-બુલેટ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment