Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ-પ્રિયંકા આકાશવાણી કેમ્પસમાં બે કલાકથી ધરણા પર:ચૂંટણી પંચની ઓફિસે જવા મક્કમ, પોલીસે કાર્યકર્તાઓને હટાવવાનું શરૂ કર્યું; 5 દિવસમાં સાતમું વિરોધ પ્રદર્શન

    1 day ago

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના સેવ ડેમોક્રસી માર્ચને પોલીસે રોકી દીધી છે. રાહુલ-પ્રિયંકાને પોલીસે કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યા, તો તેઓ બસમાંથી ઊતરીને આકાશવાણી બિલ્ડિંગમાં ઘૂસી ગયા. બંને આકાશવાણી કેમ્પસમાં લગભગ 2 કલાકથી ધરણા પર બેઠા છે અને ચૂંટણી પંચ સુધી જવાની માગ પર અડગ છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો આકાશવાણીની બહાર પહોંચ્યા અને ગેટને ધક્કો મારીને બસ પર ચઢી ગયા. પોલીસ તેમને હટાવી રહી છે. આકાશવાણીથી પંચની ઓફિસ 270 મીટર દૂર છે. વિપક્ષે નવી સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢી હતી. પોલીસે વિપક્ષી સાંસદોને ત્રણ વખત રોક્યા. આ દરમિયાન રાહુલ હાથમાં તિરંગો લઈને બેરિકેડ્સ પર ચઢી ગયા. રાહુલ 'જ્ઞાનેશ, ઈટ્સ ડન બ્રો'નું પોસ્ટર લઈને જોવા મળ્યા. ચૂંટણી પંચ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં છેલ્લા પાંચ દિવસમાં આ સાતમું પ્રદર્શન છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનનો ડ્રોન હુમલાઓથી બચવાનો સસ્તો ઉપાય:સેના-પોલીસના ઠેકાણાઓ પર માછલી પકડવાની જાળ લગાવી રહ્યા છે, દાવો- તેમાં ડ્રોન ફસાઈ જશે
    Next Article
    મોદીના 25 વર્ષના જાહેરજીવનની ઉજવણી:સોમનાથમાં 10 હજારથી વધુ કાર્યકર્તાઓ ભેગા થશે, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે; 3 રૂટ પર નીકળશે સેવા જ્યોત યાત્રા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment