Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીના 25 વર્ષના જાહેરજીવનની ઉજવણી:સોમનાથમાં 10 હજારથી વધુ કાર્યકર્તાઓ ભેગા થશે, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે; 3 રૂટ પર નીકળશે સેવા જ્યોત યાત્રા

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશ અને ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ ખાતે આવતીકાલે ‘સેવા જ્યોત યાત્રા’નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં જિલ્લા ભરના 10 હજારથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તેવી તૈયારી કરવામાં આવી રહી છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે હાલ વિશાળ ડોમ સહિત કાર્યક્રમ માટેની વિવિધ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા ભાજપ સંગઠન તથા સત્તાપક્ષના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સાંસદ નિમુબેન બાંભણિયા, રાજેશ ચુડાસમા, માનસિંહ પરમાર સહિત જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમાર સહિત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનની ધુરા સંભાળ્યાને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં ‘સેવા જ્યોત યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે 10 વાગ્યે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન કરશે અને સેવા જ્યોત પ્રગટાવશે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી મુખ્ય સભામાં જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી કાર્યકર્તાઓ પહોંચશે. વડાપ્રધાનના લાઈવ સંબોધન બાદ પ્રતીકાત્મક રીતે સેવા જ્યોત યાત્રા તથા મશાલ યાત્રા યોજાશે. આ પદયાત્રા માટે ત્રણ અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું. કાર્યક્રમને લઈને સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ સહિતની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવવાના હોવાથી વ્યવસ્થાપન અને કાર્યક્રમના સંચાલનને લઈને પણ સંગઠન દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે. ડૉ. સંજય પરમારના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા આ કાર્યક્રમને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે સોમનાથ ખાતે યોજાનારી સભા બાદ ‘સેવા જ્યોત યાત્રા’ના માધ્યમથી કાર્યક્રમને આગળ વધારવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ-પ્રિયંકા આકાશવાણી કેમ્પસમાં બે કલાકથી ધરણા પર:ચૂંટણી પંચની ઓફિસે જવા મક્કમ, પોલીસે કાર્યકર્તાઓને હટાવવાનું શરૂ કર્યું; 5 દિવસમાં સાતમું વિરોધ પ્રદર્શન
    Next Article
    હિંમતનગર નગરપાલિકામાં સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ:ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સ્ટોલની મુલાકાત લઈ રજૂઆતો સાંભળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment