Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી:મનપાની તિજોરીમાં 5 મહિનામાં 70 કરોડની‎ અંદાજિત આવક સામે માત્ર 21 ટકા ટેક્સ ભરાયો‎

    2 days ago

    મોરબી મનપા બન્યા બાદ હદ વિસ્તરી છે તે ને કારણે પ્રોપર્ટીની સંખ્યામાં વધારો થયો છે. પરિણામે અગાઉ નગર પાલિકા વખતે જે ટેક્સ મળતો હતો તેમાં વધારો થયો છે. મનપાની તિજોરીમાં 20 ઓગસ્ટ સુધીના પાંચ મહિનામાં 14.88 કરોડ ઠલવાયા છે, જે કુલ ડિમાન્ડના 21 ટકા આસપાસ થાય છે વેરો ભરનાર પ્રોપર્ટી ધારકોની સંખ્યા જોઈએ તો અગાઉ નોંધાયેલા કુલ 96,400 પ્રોપર્ટી ધારકોમાંથી 31,604 પ્રોપર્ટી ધારકોએ ટેક્સ ભરી દીધો છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 32 હજારથી વધુ પ્રોપર્ટી ધારકો ટેક્સ ભરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ પાલિકા વખતે પ્રોપર્ટી ટેક્સની અંદાજિત આવક 40થી 45 કરોડ નિર્ધારિત થઇ હતી. જેની સામે આવક માત્ર 15 થી 20 કરોડ જેટલી થતી હતી, જેની સામે હાલ પ્રોપર્ટીની સંખ્યા 96 હજારથી વધારે છે જેની સામે વસુલાત પાત્ર રકમ પણ 70 કરોડથી વધુની થાય છે. અગાઉ મહાપાલિકા દ્વારા ઓનલાઈન ટેક્સ વસૂલાતની વ્યવસ્થા અલગ અલગ બે સ્થળે મુખ્ય ટેક્સ કલેક્શન સેન્ટર તેમજ વિવિધ ક્લસ્ટર કચરી ખાતે કલેક્શન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવતા હવે ટેક્સ ભરનારની સંખ્યા પણ વધી છે. નવા ભળેલા પંચાયત વિસ્તારના લોકો વેરા ભરવા ઉત્સાહી, મનપા સુવિધા આપવામાં નિરસ શહેરી વિસ્તારની સરખામણીમાં નવી ભળેલી પંચાયતોમાં ભરાયેલા ટેકસની વાત કરી એ તો કુલ 27,741 મિલકત ધારકો નોંધાયા છે, જે પૈકી 12,913 પ્રોપર્ટી ધારકોએ વેરાની કુલ રૂ.1.38 કરોડ જેટલી રકમ જમા કરાવી દીધી છે. શહેરીજનો ધીમે ધીમે વેરો ભરવા જાગૃતિ દાખવી રહ્યા છે તેમ તેમ લોકો સુવિધા પૂરી મેળવવા અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં જ્યાં હજુ નિયમિત ડોર ટુ ડોર કચરા કલેક્શન ન થવા, સ્ટ્રીટ લાઈટની અસુવિધા, ખખડધજ રોડ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રમાં જરૂરી સુવિધા નથી.
    Click here to Read More
    Previous Article
    ​કડીયાવાડમાં નશાના કારણે યુવકનું મોત થયાનો ભાઈનો આક્ષેપ:'છેલ્લા દોઢ દિવસથી બેભાન જેવો હતો', પરિવારે નશાનો વેપલો બંધ કરવા અને યોગ્ય પોલીસ તપાસની માંગ કરી
    Next Article
    ચાર શખ્સે છરીની અણીએ 24000ની લૂંટ કર્યા ફરિયાદ‎:મોરબીમાં અગાઉની ફરિયાદનો ખાર રાખી બે યુવક પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment