Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર શખ્સે છરીની અણીએ 24000ની લૂંટ કર્યા ફરિયાદ‎:મોરબીમાં અગાઉની ફરિયાદનો ખાર રાખી બે યુવક પર હુમલો

    2 days ago

    મોરબીના જેતપર રોડ પર પાવડીયારી માર્કેટ નજીક અગાઉની મારામારી ઘટનામાં કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખીને બે વ્યક્તિ પર ચાર શખ્સએ હુમલો કરી રૂ.24 હજારની લૂંટ ચલાવ્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. મોરબી નજીક આવેલ પાવડીયારી માર્કેટ શોપિંગ સેન્ટર પાસે રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ફરીદભાઈ યાસીનભાઈ મેર મિંયાણા (ઉં.વ.24)એ મોરબી તાલુકા પોલીસ મથકે ઇકો , સિકલો, મુખી અને કારો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પાવડીયારી શાક માર્કેટ પાસે ચાની કેબિન નજીક હતા ત્યારે કાળા રંગની કારમાં આવેલા ચારેય શખ્સએ તેમને તથા તેમના શેઠ ઈકબાલભાઈને ગાળો આપી હુમલો કર્યો હતો. જેમાં થોડા સમય અગાઉ ફરિયાદીના શેઠ ઈકબાલભાઈના ભાઈ તૈયબભાઈએ આરોપીઓ પૈકીના ઇકો વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉની ફરિયાદનો ખાર રાખીને ચારેય શખ્સએ બંને વ્યક્તિ પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ હુમલાખોરોએ ઢીકાપાટુ વડે માર માર્યા બાદ છરી બતાવી ફરિયાદીના ખિસ્સામાંથી રૂ.24 હજાર કાઢી લઈ લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય કારમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે ચારેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી:મનપાની તિજોરીમાં 5 મહિનામાં 70 કરોડની‎ અંદાજિત આવક સામે માત્ર 21 ટકા ટેક્સ ભરાયો‎
    Next Article
    9 હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકીંગ, 121 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો:દ્વારકામાં તહેવાર પૂર્વે ફૂડ વિભાગની તપાસ, બે એકમને નોટીસની ભલામણ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment