Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 રાજ્યોની 7 બેઠકો પર પેટાચૂંટણી:આમાંથી ભાજપ 4, કોંગ્રેસ 1 જીતી; ગુજરાતની બેઠક ભાજપના ફાળે; બારામતીમાં સુનેત્રા પવાર 2.18 લાખ મતોથી જીત્યા

    19 hours ago

    દેશના પાંચ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો લગભગ આવી ગયા છે. મહારાષ્ટ્રના બારામતીમાં NCP ઉમેદવાર સુનેત્રા પવારે 218,000 મતોના માર્જિનથી ઐતિહાસિક જીત મેળવી છે. આ માર્જિન ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો માર્જિન છે. સુનેત્રા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે. 28 જાન્યુઆરી 2026ના રોજ બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું હતું. બારામતી અજિત પવારની પરંપરાગત બેઠક રહી છે. સુનેત્રાની જીત લગભગ નિશ્ચિત હતી. તેમની સામે 22 અપક્ષ ઉમેદવારો મેદનમાં હતા. મહારાષ્ટ્રની રાહુરી બેઠક પરથી ભાજપના અક્ષય કાર્ડિલે જીત્યા છે. ભાજપે ગુજરાત, નાગાલેન્ડ અને ત્રિપુરામાં 1-1 બેઠક જીતી છે. નાગાલેન્ડમાં ભાજપના ઉમેદવાર જાહર ચક્રવર્તીએ જીત મેળવી છે. ત્રિપુરામાં ભાજપના ઉમેદવાર ડાઓચિયર આઈ.ઇમચેને કોંગ્રેસને હરાવી છે. કર્ણાટકની બે બેઠકો, નાગાલેન્ડ અને ત્રિપુરાની 1-1 બેઠક પર 9 એપ્રિલે મતદાન થયું હતું. ગુજરાતની લીમખેડા અને મહારાષ્ટ્રની બારામતી અને રાહુરી બેઠક પર 23 એપ્રિલે મતદાન થયું હતું. 7 માંથી 4 બેઠકો પર ગઈ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. મહારાષ્ટ્રની એક બેઠક NCP પાસે હતી. કર્ણાટકની બંને બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી. આ 7 બેઠકો ત્યાંના પૂર્વ ધારાસભ્યોના નિધનને કારણે ખાલી પડી હતી. આમાં સૌથી ચર્ચિત બેઠક બારામતી છે, જ્યાંથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ધારાસભ્ય હતા.
    Click here to Read More
    Previous Article
    સલમાન ખાન 42 વર્ષ જૂના મિત્રના અવસાનથી ભાંગી પડ્યો:ફોટો શેર કરી લાંબી ઇમોશનલ પોસ્ટ લખી, કહ્યું- 'મોત સામે મારો ભાઈ ચેમ્પિયનની જેમ લડ્યો'
    Next Article
    બંગાળમાં ભાજપ એક બેઠક જીતી, 193 પર આગળ:ભવાનીપુરમાં મમતા-સુવેન્દુ વચ્ચે 7 હજાર મતનો તફાવત, હુમાયુ કબીરને રેજીનગરમાં લીડ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment