Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં ભાજપ એક બેઠક જીતી, 193 પર આગળ:ભવાનીપુરમાં મમતા-સુવેન્દુ વચ્ચે 7 હજાર મતનો તફાવત, હુમાયુ કબીરને રેજીનગરમાં લીડ

    20 hours ago

    બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. ફાલ્ટા એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. પ્રારંભિક વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 191 અને ટીએમસી 96 બેઠકો પર આગળ ચાલી રહી છે. અત્યાર સુધી ભાજપને 45%, ટીએમસીને 42% મત મળતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ, મતગણતરી દરમિયાન રાજ્યમાં ચાર જગ્યાએ હિંસા-ઝપાઝપી થઈ. આસનસોલમાં ટીએમસી ઓફિસ કેમ્પમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યારે જમુરિયામાં આગચંપી કરવામાં આવી હતી. કૂચ બિહારમાં સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ છે. સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી તે વિસ્તારમાં ભાજપ ચારેય બેઠકો પર આગળ છે. આ બેઠકો ઝાડગ્રામ, બિનપુર, ગોપીવલ્લભપુર અને નયાગ્રામ છે. હવે પરિણામ જાણો… બંગાળનો બદલાતો ચૂંટણી નકશો 11 રાજ્યોમાં ભાજપ બહુમતીમાં, 12 રાજ્યોમાં સરકારમાં સામેલ બંગાળમાં ભાજપ જીત તરફ, ગુજરાતમાં ઝાલમુરીની પાર્ટી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી તરફ આગળ વધતા તેની અસર દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ જોવા મળી. નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ ભાજપના પ્રદર્શનને પરંપરાગત વાનગીઓ વહેંચીને વધાવી લીધું. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિક કરો.. ભાજપને આ વખતે 6% વધુ મત, 82 બેઠકો વધતી દેખાઈ રહી છે 2021ની સરખામણીમાં આ વખતે ભાજપનો વોટ શેર લગભગ 6% વધુ દેખાઈ રહ્યો છે. ચૂંટણી પંચ મુજબ, અત્યારે ભાજપને લગભગ 45% મત મળ્યા છે અને પાર્ટી ગત વખત કરતાં 82 બેઠકો વધુ મેળવી રહી છે. ભાજપ કાર્યકર્તાઓના જશ્નની 3 તસવીરો… આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    5 રાજ્યોની 7 બેઠકો પર પેટાચૂંટણી:આમાંથી ભાજપ 4, કોંગ્રેસ 1 જીતી; ગુજરાતની બેઠક ભાજપના ફાળે; બારામતીમાં સુનેત્રા પવાર 2.18 લાખ મતોથી જીત્યા
    Next Article
    કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓ-કાર્યકર્તાઓની ઉજવણી:સંઘવીએ કહ્યું, બંગાળના લોકોને જંગલરાજમાંથી મુકિત મળી; વડોદરામા યુવાનોએ મમતાના ફોટા પગથી કચડ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment