Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5થી 7 મે અડાલજ ત્રિમંદિરમાં ‘ચિંતન શિબિર-2026’નું આયોજન:લેન્ડ ગવર્નન્સમાં મોટા સુધારાની દિશામાં ગુજરાતનો માસ્ટર પ્લાન, ભાવિ વ્યૂહરચના નક્કી થશે

    10 hours ago

    ગુજરાતમાં જમીન વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા રાજ્ય સરકાર મોટા પગલાં લઈ રહી છે. આગામી 5થી 7મે દરમિયાન અડાલજ ત્રિમંદિરમાં મહેસૂલ વિભાગ દ્વારા ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. “વિઝન 2030: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય” થીમ પર યોજાનારી આ શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે મનોમંથન કરવામાં આવશે. આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સહિત વરિષ્ઠ સચિવો, અધિકારીઓ અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે અને તે માટે ‘વિકસિત ગુજરાત’નું લક્ષ્ય હાંસલ કરવું આવશ્યક છે. શિબિરમાં વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા લાવવા પર ખાસ ફોકસ રહેશે શિબિર દરમિયાન જમીન વહીવટમાં ડિજિટલ ગવર્નન્સ, પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઈન કોર્ટ કેસ મેનેજમેન્ટ, આવક રેકોર્ડના ડિજિટાઈઝેશન અને અપડેશન જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થશે. નાગરિકોને વધુ પારદર્શક અને ઝડપી સેવાઓ આપવા માટે વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા લાવવાનો ખાસ ફોકસ રહેશે. નિષ્ણાતો પણ ભાગ લઈને પોતાના અનુભવ શેર કરશે તે ઉપરાંત સર્વે-રીસર્વે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નવી ટેકનોલોજીના ઉપયોગથી જમીન સંબંધિત સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવવા વ્યૂહરચનાઓ ઘડાશે. ISRO, BISAG-N, IIT, IIM, IGNOU અને Survey of India જેવી અગ્રણી સંસ્થાઓના નિષ્ણાતો પણ ભાગ લઈને પોતાના અનુભવ શેર કરશે. ચિંતન શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે સ્પષ્ટ, વ્યવહારુ અને અમલી બની શકે તેવો રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ પહેલથી રાજ્યમાં લેન્ડ ગવર્નન્સમાં મોટા ફેરફારો થવાની સાથે નાગરિક કેન્દ્રિત વહીવટ વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પુણેમાં 4 વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યા:65 વર્ષના આરોપીની ધરપકડ; સેંકડો લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે જામ કર્યો, 4 કલાક સુધી અવરજવર ઠપ રહી
    Next Article
    આજીડેમમાં ચાર વ્યક્તિ ડૂબવાનો મામલો:રાજકોટ ફાયરની 15 લોકોની ટીમને 23 કલાકની જહેમત બાદ રોહિત મળ્યો, ROV મશીનની મદદથી ડેડબોડી શોધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment