Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજીડેમમાં ચાર વ્યક્તિ ડૂબવાનો મામલો:રાજકોટ ફાયરની 15 લોકોની ટીમને 23 કલાકની જહેમત બાદ રોહિત મળ્યો, ROV મશીનની મદદથી ડેડબોડી શોધી

    11 hours ago

    રાજકોટ શહેરના નવા ઘાંચી વાડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ દેવજીભાઈ જાદવ (ઉં.વ.42) અને તેમના બે પુત્ર ધવલ, રોહિત તેમજ ભરતભાઇના સાળીના પુત્ર ધ્રુવ મકવાણા ગઈકાલે સાંજના 4 વાગ્યા આસપાસ ભરતભાઇની રિક્ષામાં આજીડેમ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા ડેમના પાણીથી રીક્ષા ધોવામાં આવી હતી. આ પછી રોહિત જાદવ હાથ મોઢું ધોવા માટે ડેમના કાંઠે ગયો હતો, જ્યાં તેનો પગ લપસી જતા તેને બચાવવા તેનો ભાઈ ધવલ ગયો હતો. જેનો પણ પગ લપસી જતા તે પણ ડૂબી ગયો હતો. જેને બચાવવા તેનો માસિયાર ભાઈ ધ્રુવ અને પિતા ભરતભાઈ પણ કુદ્યા પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતાં. રોહિત જાદવનો મૃતદેહ મળી ગયો સાંજે 4 વાગ્યા આસપાસ ફાયર કંટ્રોલ રૂમ તરફથી બેડીપરા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ વાહન સાથે સ્થળ પર પહોંચી કામડી, મિંદળી અને બે માણસો બીએ સેટ પહેરીને (ફાયર જવાનને પાણીમાં ઓક્સિજન મળે તે માટેનું સાધન)લઇ મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. જેમાં બે કલાકના અંતે 3 મૃતદેહ મળી આવ્યા હતા. જોકે, એક વ્યક્તિનો મૃતદેહ લાપતા હોવાથી તેની શોધખોળ માટે ભારે મથામણ કરવામાં આવી રહી હતી. સ્થાનિક સ્તરે સફળતા ન મળતા અંતે રાજકોટ SDRF 13 ઘંટેશ્વરની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાણીની અંદર જોઈ શકાય એવા મશીનથી મૃતદેહને શોધ્યો આ કામગીરી માટે SDRFની ખાસ ટીમને આજી ડેમ ખાતે બોલાવવામાં આવી હતી. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન PI એમ.એ. કોટડીયા તથા PSI આર.એ. ચુડાસમાની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. SDRFના જવાનોએ ડેમના ઊંડા પાણીમાં સતત અને સખત મહેનત આદરી હતી. લાંબા સમય સુધી ચાલેલી આ શોધખોળમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને પાણીની અંદર જોઈ શકાય તેવા અત્યાધુનિક ROV (Remote Operated Vehicle) મશીનનો ઉપયોગ કરીને ઊંડા પાણીમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અંદાજે 23 કલાકની ભારે જહેમત અને મથામણ બાદ, SDRFની ટીમને આધુનિક મશીનરીની મદદથી ચોથા વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. લાપતા મૃતદેહ મળી આવ્યા બાદ SDRF દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયા કરી મૃતદેહને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજી ડેમની આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે, ત્યારે SDRFની આ કામગીરીને પગલે લાપતા વ્યક્તિના પરિવારજનોને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ મળી શક્યો છે. આજી ડેમમાં ચાર ડૂબ્યા, પિતા-પુત્ર સહિત ત્રણની લાશ મળી ગઈકાલે 2 મે, 2026ના રાજકોટના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા-પુત્રો સહિત ચાર લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા હતાં. જ્યારે એક ગુમ વ્યક્તિની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા ચારેય લોકો દર્શન કરી રિક્ષા ધોઈ રહ્યા હતા. આ સમયે રોહિત નામનો યુવાન મોઢુ ધોવા ડેમના કાંઠે જતા અકસ્માતે પાણીમાં ગરકાવ થયો હતો. બૂમાબૂમ થતા અન્ય ત્રણ લોકો પણ એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા હતા. ફાયરબ્રિગેડે ત્રણ લાશ બહાર કાઢી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    5થી 7 મે અડાલજ ત્રિમંદિરમાં ‘ચિંતન શિબિર-2026’નું આયોજન:લેન્ડ ગવર્નન્સમાં મોટા સુધારાની દિશામાં ગુજરાતનો માસ્ટર પ્લાન, ભાવિ વ્યૂહરચના નક્કી થશે
    Next Article
    Dwarka Food Department News | ખંભાળિયામાં નકલી ડેરી પ્રોડકટ્સનું કૌભાંડ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment