Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 વાગ્યા સુધીમાં 66.93 ટકા મતદાન નોંધાયું:કપરાડા-ધરમપુર તાલુકામાં સૌથી વધુ; વાંકલમાં નવદંપતિએ લગ્ન પહેલાં માતાધિકારનો ઉપયોગ કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ

    21 hours ago

    વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે (26 એપ્રિલે) મતદાન પ્રક્રિયા ભારે ઉત્સાહ સાથે આગળ વધી રહી છે, જેમાં સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 66.93 ટકા મતદાન નોંધાયું છે. ખાસ કરીને કપરાડા અને ધરમપુર તાલુકાઓમાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે. જિલ્લાની કુલ 241 બેઠક માટે 619 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા માટે 9.21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણીને ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે 8,000થી વધુ કર્મચારી તહેનાત છે અને પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ મથકો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાનના આ પર્વમાં લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો, જેમાં વાંકલ ગામમાં એક નવદંપતિએ લગ્નવિધિ પૂર્વે મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાળઝાળ ગરમીમાં મતદારો અને ચૂંટણી કર્મચારીઓને રાહત આપવા માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે વલસાડ પોલીસે વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જોકે, આ ઉત્સાહની વચ્ચે દહેરી બેઠક પર પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિક મતદારોએ મતદાનનો બહિષ્કાર કરીને પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ડાંગ જિલ્લામાં વહેલી સવારથી મતદાન:કોટમદર ગામે વિકાસના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય, સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 71.78% મતદાન
    Next Article
    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:દિવ્યાંગ, વૃદ્ધો સહિતનાઓએ મતદાન કર્યું, પાંચ વાગ્યા સુધીમાં નવસારી જિલ્લા પંચાયતનું 69.56 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment