Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુખ્યાત ભાવેશ ઝીલિયા પર હુમલાના આરોપી પર ફાયરિંગ:પાટણમાં બાઇક પર આવેલા બે બુકાનીધારી શખસ 5-6 રાઉન્ડ ગોળીબાર કરી ફરાર, જમીન મામલે હુમલાની ચર્ચા

    8 hours ago

    પાટણના હાંસાપુર વિસ્તારમાં આવેલા શ્રેય મોલ પાસે ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. રોટલીયા હનુમાન મંદિર નજીક આયુષ ટાઉનશીપ પાસેના શ્રેય ફિટનેસ નીચે ભાવેશ ઝીલીયા ગેંગ પર હુમલાના આરોપી પર બુકાનીધારી શખ્સો અંદાજે 5થી 6 રાઉન્ડ ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા જ પાટણ SP સહિત LCB, SOG અને બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાસ્થળની ત્રણ તસવીર 6 ફૂટેલી કાર્ટિજ મળી Dysp પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે, સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમને જે રીતે માહિતી મળેલી હતી, વહેલી સવારે બે ઇસમો બાઈક ઉપર આવેલા અને એમણે ફાયરિંગ કરેલું. આ ઘટનાની માહિતી મળતા તાત્કાલિક પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે. હાલ અત્યારે અમારી આખી ટીમ, ફોરેન્સિકની ટીમ ગુનાવાળી જગ્યા ઉપર છે. ગુનાવાળી જગ્યા ઉપરથી અમને છ ખાલી કાર્ટિજ મળેલા છે. હાલ આ કયું વેપન વાપરેલું હતું?, કોણ વ્યક્તિ હતા?, ખરેખર એમનો શું ઈરાદો હતો? એની તપાસ ચાલુ છે.અત્યારે ડિટેઈલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું છે અને બુકાનીધારી હુમલાખોરો કોણ હતા, તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસવાની અને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સોનમાં સતત 5મા દિવસે કડાકો, ₹1.34 લાખ થયું:ચાંદી 17 હજાર ઘટીને ₹1.69 લાખ પર આવી, વેચવાલીના કારણે ભાવ ઘટી રહ્યા છે
    Next Article
    'BJPના વોશિંગ મશીનમાં દાખલ થતા જ બધા પાપ ધોવાય ગયા':વડોદરામાં યુસુફ પઠાણને પ્લોટ આપવાની તૈયારી, કોંગ્રેસે કહ્યું- 'ભાજપની વિરુદ્ધમાં હતા તો નોટિસ મળી'ને હવે ગિફ્ટ મળશે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment