Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિપ્લોમા ટુ ડિગ્રી માટે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે હવે 5-6 મેના રોજ પરીક્ષા, એન્જિ.માં 21,707 અને ફાર્મામાં 339 વિદ્યાર્થી પરીક્ષા આપશે

    2 days ago

    એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા રાજ્યના વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2026- 27 માટેની ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેથી પ્રવેશ પરીક્ષા માટે 26 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષા 5 મે અને ડિપ્લોમા ટુ ડીગ્રી ફાર્મસી માટેની પ્રવેશ પ્રક્રિયા 9 મેના રોજ યોજવામાં આવશે. 26 એપ્રિલે પ્રવેશ પરીક્ષાનું આયોજન કર્યું હતું ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે બાદ રાજ્યની અલગ અલગ 30થી વધુ યુનિવર્સિટીમાં ડિગ્રી ટુ ડિપ્લોમાના અભ્યાસક્રમ ચાલે છે. જેથી તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે બાદ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેની રજીસ્ટ્રેશનની કાર્યવાહી 30 માર્ચના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અગાઉ ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26 એપ્રિલના પ્રવેશ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 26 એપ્રિલે મતદાન હોવાથી તારીખ બદલી પરંતુ તે બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પણ 26 એપ્રિલના રોજ થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 26 એપ્રિલના રોજ યોજાનારા ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ માટેની પરીક્ષા 5 મે અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીની પ્રવેશ પરીક્ષા 6 મેના રોજ યોજવામાં આવશે. જેથી હવે 5 અને 6 મેના ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગના 21707 વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીમાં 339 વિધાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ જો વિદ્યાર્થીઓ પરીક્ષાના શહેરની પસંદગીમાં ફેરફાર કરવા માંગતા હશે તો તે 15 એપ્રિલ સુધી કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    મહિલાઓએ હસતા મુખે સોનાના ઘરેણા ઉતારીને આપ્યા, VIDEO:ચેઈન, બંગડીઓ, બુટ્ટીઓ અને વીંટીઓ પધરાવી, જૈન સમાજને કાર્યક્રમમાં 2 કલાકમાં કરોડોનું દાન આવ્યું
    Next Article
    16 વર્ષીય સગીરાને ગર્ભપાત માટે હાઈકોર્ટની મંજૂરી:મહેસાણાની દુષ્કર્મ પીડિતાને 25 સપ્તાહનો ગર્ભ, DNA સેમ્પલ એકત્ર કરી તપાસ અધિકારીને સોંપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment