Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5, 6 ઓગસ્ટે અમદાવાદમાં 1 લાખ રિક્ષાનાં પૈડા થંભી જશે:CNGના ભાવ વધારા સામે પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયનની હડતાળ, મિનિમમ ₹30 અને પ્રતિ કિ.મી ₹20 ભાડું કરવા માંગ

    1 day ago

    1 ઓગસ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4 નો તોતિંગ વધારો ઝીંકાતા રિક્ષાચાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સતત વધી રહેલી મોંઘવારી અને ગેસના ભાવ વધારા સામે પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયને 5 અને 6 ઓગસ્ટના રોજ બે દિવસીય હડતાળ પાળવાની જાહેરાત કરી છે. CNGના ભાવમાં ઘટાડો અથવા રિક્ષા ભાડું વધારવાની માંગ સાથે યુનિયનનો દાવો છે કે આ હડતાળમાં 1 લાખથી વધુ રિક્ષાઓના પૈડાં થંભી જશે. CNGનો ભાવ પ્રતિ કિલોએ ₹94.02 પહોંચ્યો સતત ભાવ વધારાને કારણે CNGના ભાવ પેટ્રોલ અને ડીઝલ સમકક્ષ પહોંચી ગયા છે. CNGનો ભાવ પ્રતિ કિલો ₹90.2 થી વધીને ₹94.02 પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં CNGમાં ₹12 થી વધુનો ભાવવધારો થયો છે, જ્યારે સામે રિક્ષા ભાડામાં કોઈ સુધારો કરાયો નથી. ભાવ વધારાના કારણે રિક્ષા ચાલકોને રોજિંદી આવક પર સીધી અસર પડી રહી છે. જેથી હવે રિક્ષા ચાલકોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. મિનિમમ ₹30 અને પ્રતિ કિ.મી. ₹20 ભાડું કરવા માંગ CNGના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે અથવા રિક્ષાના ભાડામાં યોગ્ય વધારો કરવાની માંગ સાથે યુનિયન દ્વારા મિનિમમ ભાડું ₹30 અને પ્રતિ કિલોમીટર ભાડું ₹20 કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, આ હડતાળને અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન અલગથી 15 ઓગસ્ટે મોટો કાર્યક્રમ કરવાની તૈયારી કરી રહ્યું છે. 5, 6 ઓગસ્ટે અમદાવાદમાં રિક્ષા યુનિયનની હડતાળ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પ્રગતિ રિક્ષા ચાલક એક્તા યુનિયનના પ્રમુખ ઇમરાન મન્સૂરીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં 12 રૂપિયા કરતા વધુ CNG ગેસના ભાવમાં વધારો થયો છે. જેથી 5 અને 6 ઓગસ્ટના દિવસે પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા હડતાળ કરવામાં આવશે. અગાઉ પણ હડતાળ કરવાની જાહેરાત કરી ત્યારે ટ્રાન્સપોર્ટ કમિશનરે અમને બોલાવી ભાડું વધારવાની ખાતરી આપી હતી. મોંઘવારીનો માર રિક્ષા ચાલકોને સહન કરવો પડ્યો જો કે મૌખિક કહ્યું હોવા છતાં કોઈપણ પ્રકારનો પરિપત્ર હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી. ભાડામાં તો વધારો ન થયો પરંતુ 1 ઓગસ્ટે ₹4 જેટલો વધારો કરી દેવામાં આવ્યો. જેથી મોંઘવારીનો માર રિક્ષા ચાલકોને સહન કરવો પડી રહ્યો છે જેના કારણે હડતાળ કરવામાં આવશે. જે રીતે મોંઘવારી વધી રહી છે તે પ્રમાણે રિક્ષા ચાલકોને પૂરતા ભાડામાં વધારો પણ કરવામાં આવતો નથી.
    Click here to Read More
    Previous Article
    લંડનના કુમકુમ મંદિરે 13મો પાટોત્સવ ઉજવાયો:મંદિરો સંસ્કાર, સંસ્કૃતિ અને સત્સંગનું જતન કરે છે: પ્રેમવત્સલદાસજી
    Next Article
    અરવલ્લી કલેક્ટરે કેન્દ્રીય વિદ્યાલયની જગ્યાની મુલાકાત લીધી:સંબંધિત વિભાગોને જરૂરી અને વિગતવાર સૂચનાઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment