Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલીમાં ભાજપ અને 'આપ' ઉમેદવારના એજન્ટો વચ્ચે ઝપાઝપી:જૂનાગઢમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ મતદાન 54.22%, સૌથી વધુ મતદાન માળિયા હાટીનામાં નોંધાયું

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે. વહેલી સવારના સાત વાગ્યાથી જ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના આ મહાકુંભમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની સાથે સાથે જિલ્લાની તમામ નવ તાલુકા પંચાયતો અને કેશોદ નગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગરમીની શરૂઆત થાય તે પહેલા જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર મતદારો મતદાન કરવા આવી રહ્યા છે.જેમાં વૃદ્ધો, યુવાનો અને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા નવલોહિયા મતદારોમાં અનેરો આનંદ જોવા મળે છે. ​જિલ્લાની સર્વોચ્ચ સ્થાનિક સંસ્થા એવી જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પર આજે ભાવિ નિર્ધારિત થવાનું છે. આ તમામ 30 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મહારથીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્રિપાંખિયા જંગને કારણે આ વખતની ચૂંટણી અત્યંત રસાકસીભરી બની રહી છે. દરેક પક્ષના ઉમેદવારો અને કાર્યકરો વહેલી સવારથી જ મતદાન મથકોની બહાર મતદારોને રિઝવવા અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય જણાય રહ્યા છે. વંથલીના સેંદડા ગામે મતદાન મથકે ભાજપ અને 'આપ' ઉમેદવારના એજન્ટો વચ્ચે ઝપાઝપી ​જૂનાગઢના વંથલી તાલુકાના સેંદડા ગામે મતદાન દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના એજન્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. આ સ્થિતિમાં ટોળું મતદાન મથકમાં ઘસી આવતા, EVM સાથે છેડછાડના ડરથી પ્રિસાઈડિંગ ઓફિસરે સાવચેતી રૂપે 'ક્લોઝ બટન' દબાવી દીધું હતું. અધિકારી કનકસિંહ ગોહિલ અને પ્રાંત અધિકારીએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. રજિસ્ટર મુજબ 663 મતોની ચકાસણી કરતા કોઈ બોગસ મતદાન જણાયું નહોતું. ત્યારબાદ EVM બદલીને મતદાન પુનઃ શરૂ કરાયું હતું. અધિકારીએ જણાવ્યું કે માથાકૂટ મતદાન મથકની બહાર થઈ હોવાથી પક્ષો પોતાની રીતે ફરિયાદ કરી શકે છે. હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ ચાવડા ના પુત્ર વનરાજ ચાવડા વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેવા પહોંચ્યા છે કુલ મતદાન ટકાવારી સવારે 7:00થી 5:00 સુધીનું કુલ મતદાન 54.22% ​કુલ (જિલ્લાનો કુલ આંકડો) 54.22% ફરી એકવાર ત્રિપાંખિયો મોરચો મંડાયો ​તાલુકા પંચાયતોની બેઠકોની વિગતો પર નજર કરીએ તો જૂનાગઢ ગ્રામ્યની 18 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જોરદાર ટક્કર છે. તેવી જ રીતે કેશોદ તાલુકા પંચાયતની 18 બેઠકો અને માંગરોળની 20 બેઠકો પર પણ આ ત્રણેય મુખ્ય પક્ષોએ પોતાના મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. માણાવદરની 16 બેઠકો અને મેંદરડાની 16 બેઠકો પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. માળિયા હાટીનાની 20 બેઠકો પર ફરી એકવાર ત્રિપાંખિયો મોરચો મંડાયો છે, જ્યારે વંથલીની 16 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. વિસાવદરની 18 બેઠકો અને ભેસાણની 16 બેઠકો પર આમ આદમી પાર્ટીની સક્રિયતાને કારણે સ્પર્ધા વધુ રોમાંચક બની છે.આજે મતદાન પૂરું થયા બાદ આગામી 28 એપ્રિલના મતગણતરી થશે. આ ચૂંટણીમાં જિલ્લાના કુલ 8,24,525 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવશે. 4,32,401 પુરુષ મતદારો અને 3,92,118 મહિલા મતદારો નોંધાયા છે, જ્યારે 6 અન્ય મતદારો પણ પોતાના મતના મૂલ્યને સમજશે. વહીવટી તંત્ર દ્વારા મહિલા મતદારો માટે ખાસ સખી મતદાન મથકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દરેક મતદાન મથક પર પીવાના પાણી, શેડ અને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે જેથી મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. આ ડોક્યુમેન્ટ્સ સાથે રાખી વોટિંગ કરવું ​જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે નમ્ર અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક મત કિંમતી છે અને વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન કરવા માટે અસલ ચૂંટણી કાર્ડ સાથે રાખવું જરૂરી છે, પરંતુ જો કોઈ કારણોસર તે ન હોય તો અન્ય 14 માન્ય દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાયસન્સ બતાવીને પણ મતદાન કરી શકાશે. સુરક્ષાના કારણોસર મતદાન મથકની અંદર મોબાઈલ ફોન કે કેમેરા લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ​ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા દરેક મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં હોમગાર્ડ અને જી.આર.ડી. સભ્યોનો પણ સમાવેશ થાય છે. સેક્ટર મેજિસ્ટ્રેટ અને પોલીસની મોબાઈલ વાન સતત પેટ્રોલીંગ કરી રહી છે જેથી કોઈ પણ અણધારી ઘટનાને રોકી શકાય.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન:પોરબંદર-છાયા મ.ન.પા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ઉત્સાહ; 5 વાગ્યા સુધીમાં 43.37% મતદાન નોંધાયું
    Next Article
    એચ.એ. કોલેજમાં પ્રો. પંકજ રાવલનો સન્માન સમારોહ:અકાઉન્ટન્સીના લોકપ્રિય પ્રોફેસરે 30 વર્ષ સેવા આપી, મર્યાદાના કારણે નિવૃત્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment