Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે એક વર્ષમાં 5થી વધુ ઈ-ચલણ તો લાઈસન્સ સસ્પેન્ડ!:45 દિવસમાં ફરિયાદ કે રજૂઆત કરવાની તક, સમયસર દંડ નહીં ભરો તો ‘વાહન પોર્ટલ’ પર વાહન થશે બ્લોક

    1 day ago

    ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો માટે હવે વધુ કડક નિયમો અમલમાં આવ્યા છે. નવા નિયમો મુજબ એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ઈ-ચલણ મેળવનાર વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત વાહનચાલકો સમયસર દંડ નહીં ભરો તો ‘વાહન પોર્ટલ’ પર વાહન બ્લોક થશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા સુધારાઓ મુજબ ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી છે. નવા નિયમો ઈ-ચલણ સામે 45 દિવસમાં રજૂઆત કે ફરિયાદ કરવાની તક જો કોઈ પણ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ સામે કોઈ વાંધો, ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ ઈશ્યુ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદામાં 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે. ચલણ સ્વીકૃતિના 30 દિવસમાં દંડની ભરપાઈ કરવાની ચલણ ઈશ્યુ થયાના 45 દિવસ બાદ જો કોઈ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા ડ્રાઇવર દ્વારા ચલણનો સ્વીકાર કરી લેવાયો છે. ચલણ સ્વીકૃતિના આ દિવસથી આગામી 30 દિવસની અંદર ચલણની રકમની ભરપાઈ કરવાની રહેશે. સમયસર દંડ ન ભરતા ‘વાહન પોર્ટલ’ પર વાહન બ્લોક જો નિયત સમયમર્યાદામાં ચલણની રકમ ભરવામાં નહીં આવે, તો જ્યાં સુધી રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી 'વાહન પોર્ટલ' પર સંબંધિત વાહનને "Not to be transacted" એટલે કે, બ્લોક કરી દેવાશે. આ સ્થિતિમાં, મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયા, આર.સી. બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈ પણ અરજીઓ પર કોઈ પણ પ્રકારની વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં. દંડની 50% રકમ ડિપોઝિટ કરાવી કોર્ટમાં અપીલ કરી શકાશે જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા વાહનચાલકની રજૂઆતને નકારી દેવામાં આવે, તો ચાલકે ત્યારબાદ 30 દિવસમાં ચલણની પૂરી રકમ ભરવી પડશે અથવા ચલણની રકમના 50% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવી કોર્ટ સમક્ષ અપીલ કરવાની રહેશે. જો આ બંનેમાંથી કોઈ પ્રક્રિયા કરવામાં ન આવે, તો ચલણ સ્વીકૃત માની લેવાશે અને 15 દિવસમાં રકમ ચૂકવવી પડશે. આવું ન કરનાર વાહનને “વાહન પોર્ટલ” પર "Not to be transacted" તરીકે બ્લોક કરવામાં આવશે. એક વર્ષમાં 5થી વધુ ઈ-ચલણ હશે લાઈસન્સ સસ્પેન્ડ થશે નવા સુધારાની સૌથી કડક જોગવાઈ અનુસાર, જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઇવરને એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ઈશ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ બાકી રહેલા ઈ-ચલણ સમયસર ભરી દેવા અપીલ કરી છે, જેથી વાહન બ્લોકિંગ અને લાઇસન્સ સસ્પેન્શન જેવી કડક કાર્યવાહીથી બચી શકાય.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં વ્યાજખોર પાસા હેઠળ જેલ હવાલે:કલેક્ટરે વોરંટ મંજૂર કરતા વડોદરા જેલમાં મોકલાયો
    Next Article
    મોંઘવારી એટલી નડી કે, ચોર ટોળકી તેલ પણ ચોરી ગઈ:વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment