Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન:પારડીમાં કેબિનેટ મંત્રી કનુ દેસાઈની હાજરીમાં 42 શિક્ષકને એવોર્ડ મળશે

    6 hours ago

    વલસાડ જિલ્લામાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરાશે. શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ડો. રાજેશ્રી ટંડેલના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ પારડીના ભારતરત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં યોજાશે. તેમાં શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. આ કાર્યક્રમ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં થશે. શિક્ષકોની પસંદગી ખાસ પ્રક્રિયા, ઇન્ટરવ્યુ અને શાળાઓની મુલાકાત પછી કરવામાં આવી છે. પસંદ થયેલા શિક્ષકોને એવોર્ડ, શીલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાશે. જિલ્લા કક્ષાએ 4 શિક્ષકોનું સન્માન થશે. તેમાં ઉચ્ચતર માધ્યમિકમાંથી રાકેશચંદ્ર આર. સુથાર, માધ્યમિકમાંથી દીપાલીબેન પી. ચુડાસમા, ઉચ્ચ પ્રાથમિકમાંથી જયેશકુમાર ટી. ટંડેલ અને BRC કક્ષામાંથી સંજયકુમાર બી. મકવાણાનો સમાવેશ થાય છે. તાલુકા કક્ષાએ 5 શિક્ષકોનું સન્માન કરાશે. આ શિક્ષકોમાં કિન્નરી વી. દેસાઈ (બલિઠા), બાલકૃષ્ણ ટી. ટંડેલ (નામધા), ગણેશભાઈ એલ. જાદવ (બાબરખડક), વિભૂતિબેન આર. પટેલ (તલવાડા) અને ભાવિકકુમાર બી. પટેલ (કપરાડા)નો સમાવેશ થાય છે. આ ઉજવણીમાં પ્રતિભાશાળી શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાશે. બોર્ડ પરીક્ષામાં (SSC અને HSC) સતત 3 વર્ષથી પોતાના વિષયમાં 100% પરિણામ લાવનાર જિલ્લાના 33 શિક્ષકોનું પણ ખાસ સન્માન કરાશે. આ કાર્યક્રમ વલસાડ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અને વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર શિક્ષકોના પ્રયાસ, સમર્પણ અને ઉત્તમ કામગીરીને બિરદાવવા માટે રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના મેળામાં સફાઈ ચાર્જ વસૂલાત પર વેપારીઓએ સવાલ ઉઠાવ્યા:પાલિકા અધિકારીએ આક્ષેપો ફગાવી કહ્યું- નિયમ મુજબ વસૂલાત
    Next Article
    ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં મંત્રી રીવાબા જાડેજાએ શહીદોને નમન કર્યા:35મો સમારોહ યોજાયો, મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા પણ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment