Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 વોલ્વો બસને મેયરે ફ્લેગ ઓફ આપ્યું:રાજકોટથી ભુજ 3, વડોદરાની 2 નવી બસ શરૂ : દોઢ કરોડની વોલ્વોમાં મુસાફરો માટે આધુનિક અને આરામદાયક સુવિધાઓ

    1 week ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી વિભાગને 5 નવી વોલ્વો બસ ફાળવવામાં આવતા તેનું નવનિયુક્ત મેયર ડૉ.શુક્લના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતુ. જેમણે હર્ષ સંઘવી વાહન વ્યવહાર મંત્રી બન્યા બાદ એસટી અને વાહન વ્યવહાર વિભાગનું આધુનિકીકરણ થયું હોવાનું સ્વીકાર્યું હતું અને લોકોએ પ્રાઇવેટ બસોની સાપેક્ષમાં ઓછા દરે મુસાફરી કરાવતી એસટી બસનો લાભ લેવા અપીલ કરી હતી તો ડેપો મેનેજરે દોઢ કરોડની આ બસમાં ફાયર સેફ્ટી તેમજ ઇમરજસી એક્ઝીટ સહિતની આધુનિક સુવિધાઓની પ્રશંસા કરી હતી. રાજકોટ એસટી વિભાગ ખાતે આજે 9 જૂનથી 5 નવી વોલ્વો બસ શરૂ થઈ.જેમાંથી 3 બસ ભુજ તો 2 બસ વડોદરા રૂટ પર દોડશે. જેનું ફ્લેગ ઓફ તા.9 જૂનના મંગળવારે મનપાના નવનિયુક્ત મેયરના હસ્તે થશે. હાલ રાજકોટ એસટી વિભાગમાં 17 વોલ્વો, 20 એસી લક્ઝરી અને 20 ઇલેક્ટ્રિક એસી બસ દોડી રહી છે ત્યારે ટૂંક સમયમાં 6 નવી બસો મળતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી, જામનગર અને દાહોદ રૂટ પર દોડશે. મેયર ડૉ.નેહલ શુક્લે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જ્યારથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વાહન વ્યવહાર ખાતુ સોંપવામાં આવ્યું છે ત્યારથી ક્રાંતિકારી સુધારાઓ એસટી અને વાહન વ્યવહાર ખાતામાં થઈ રહ્યા છે. આ માટે આજે રાજકોટ બસ સ્ટેશનથી 5 નવી વોલ્વો બસ નું લોકાર્પણ થઈ રહ્યું છે. માત્ર ટેકનોલોજીના સહારે જ નહીં પરંતુ એકદમ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે લોકોને અપીલ છે કે સૌથી સારામાં સારી સુવિધા એસટી બસ ઉપલબ્ધ કરાવી રહી છે અને તે પ્રાઇવેટ કરતા ઓછા દરે છે તો લોકો તેનો ઉપયોગ કરે. જ્યારે રાજકોટ એસટી વોલ્વોના ડેપો મેનેજર એન. વી. ઠુમ્મરે જણાવ્યું હતું કે, આજે રાજકોટ એસટી વિભાગને 5 નવી વોલ્વો બસો મળી છે જેમાં 2 બરોડા તો 3 ભુજ રુટ પર પબ્લિકની સેવામાં મૂકવામાં આવેલી છે. એસટીની આ નવી આધુનિક બસ દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલી છે. જેમાં ઈમરજન્સી અને ફાયર એક્ઝિટ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી લોકો વધુમાં વધુ એસટી બસનો ઉપયોગ કરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવો અભિયાનમાં સહભાગી થાય. મુસાફર ભરત મોઢે જણાવ્યું હતું કે, રાજકોટથી ભુજ જવા માટે નવી શરૂ થયેલી વોલ્વો બસમાં મુસાફરી કરી રહ્યો છું. આ બસમાં મુસાફરો માટે ખુબ જ સારી અને આધુનિક સુવિધાઓ છે. મુસાફરોની માંગણીને ધ્યાને લઈ ગત અઠવાડિયે રાજકોટ એસ.ટી. વિભાગને 2 વોલ્વો ફાળવવામાં આવી હતી. જે રાજકોટ- બરોડા રૂટ હાલ દોડી રહી છે. આ ઉપરાંત આજે 9 જૂને અન્ય 5 નવી વોલ્વો બસ ફાળવવામાં આવી છે. જેમાંથી 2 બસ રાજકોટ – બરોડા તેમજ 3 બસ રાજકોટ - ભુજ રુટ પર દોડશે. આ સાથે જ ટૂંક સમયમાં 6 નવા એસી વાહનો પણ રાજકોટ વિભાગને મળનાર છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી-જામનગર તેમજ દાહોદ રુટ ઉપર શરૂ કરવામાં આવશે. હાલ રાજકોટ - અમદાવાદ દર કલાકે, રાજકોટ - બરોડા દર દોઢ કલાકે અને રાજકોટ - ભુજ પિક અવર્સ દરમ્યાન દર કલાકે વોલ્વો એસી સર્વિસ મળી રહે છે. જેથી મુસાફરોની સગવડતામાં વધારો થયો છે. હાલ રાજકોટ વિભાગ દ્વારા 17 વોલ્વો બસ રાજકોટ થી અમદાવાદ, વડોદરા, ભુજ, ગાંધીનગર તથા નાથદ્વારા રૂટ પર સંચાલન કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત 20 એ.સી. લક્ઝરી બસ ભાવનગર, ઉના, દીવ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, મહુવા, ભુજ, મુન્દ્રા તેમજ જુનાગઢ રૂટ પર સંચાલિત કરવામાં આવે છે તેમજ 20 એ.સી. ઇલેક્ટ્રિક બસ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોરબી, જુનાગઢ અને જામનગર જેવા વિવિધ રૂટો પર સંચાલન કરવામાં આવી રહી છે. નવી શરૂ થનારી વોલ્વો બસની વિગતો રૂટ - ઉપડવાનો સમય - પહોંચવાનો સમય - ભાડું રાજકોટ—બરોડા - 08.00 - 14.00 - રૂ.803 રાજકોટ—બરોડા - 11.00- 17.00 - રૂ.803 રાજકોટ—ભુજ - 6.15 - 11.45 - રૂ.715 રાજકોટ—ભુજ - 11.30 - 17.00 - રૂ.715 રાજકોટ—ભુજ - 16.00 -21.30 -રૂ.715
    Click here to Read More
    Previous Article
    વિધિ માટે ભુવાને પૈસા આપવાનું કહીને નાણાં પડાવ્યા:તંત્ર મંત્રની સાધનાની વિધી કરીને બોયફ્રેન્ડને જીવનમાં લાવી આપવાની વાત કરીને યુવકે યુવતી પાસેથી રોકડ અને દાગીના મળીને 4 લાખ પડાવ્યા
    Next Article
    Big revelation about 'ghost demolition' in Surat Live | સુરતમાં 'ભૂતિયા ડિમોલિશન' અંગે મોટો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment