Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- બેંકોમાં 5-ડે વર્કિંગ પર સરકારનો ઇનકાર:કર્મચારીઓની માંગ પર સહમતિ નહીં, 28 સપ્ટેમ્બરથી 3 દિવસની હડતાળ; 27 સપ્ટેમ્બર રવિવારે બેંકો ખુલ્લી રહેશે

    19 hours ago

    બેંક કર્મચારીઓની હડતાળના ઠીક પહેલાં મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ક્યારેય પણ બેંકો માટે 5-ડે વર્કિંગનું વચન આપ્યું નહોતું અને પગાર સુધારણા અંગેની વાતચીત દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા થઈ નહોતી. નાણાં મંત્રાલયના સૂત્રે જણાવ્યું કે આ માંગ કર્મચારી યુનિયનો તરફથી એકતરફી રીતે ઉઠાવવામાં આવી હતી અને બંને પક્ષો વચ્ચે તેના પર કોઈ સહમતિ બની નહોતી. બીજી તરફ, બેંક યુનિયનો પોતાની માંગ પર મક્કમ છે અને 28 સપ્ટેમ્બરથી 3 દિવસની હડતાળ પર જવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે. સામાન્ય જનતાને મુશ્કેલીથી બચાવવા માટે સરકારે જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને 27 સપ્ટેમ્બર (રવિવારે) બેંકો ખુલ્લી રાખવાના નિર્દેશ આપ્યા છે. બૅંક યુનિયનોનો દાવો- માર્ચ 2024માં થયો હતો કરાર બૅંક કર્મચારીઓના સંગઠન AIBOCનું કહેવું છે કે માર્ચ 2024માં બૅંકોનું મેનેજમેન્ટ સંભાળતી સંસ્થા (IBA) અને 9 મોટી બૅંક યુનિયનોના ગ્રુપ (UFBU) વચ્ચે પગાર અને કામની શરતોને લઈને એક કરાર થયો હતો. એ જ કરારમાં દર શનિવારે બૅંક બંધ રાખવાની વાત પર સહમતિ બની ગઈ હતી. 90% બૅંક કર્મચારીઓ હડતાળમાં સામેલ, કામગીરી પર પડશે અસર હડતાળમાં દેશની 7 મોટી બૅંક યુનિયનો સામેલ થઈ રહી છે, જેમાં લગભગ 90%થી વધુ બૅંક કર્મચારીઓ જોડાયેલા છે. તેમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC સામેલ છે. સરકાર અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની વ્યવસ્થા લાગુ કરવાની કોઈ ચોક્કસ તારીખ નક્કી ન કરે ત્યાં સુધી તેમનું આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે, એવું યુનિયનોનું કહેવું છે. PLI સ્કીમને લઈને પણ સરકાર અને યુનિયનો સામસામે અઠવાડિયામાં 5 દિવસ કામ ઉપરાંત બોનસ (PLI)ના નિયમોને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. સરકારે સ્કેલ-4 અને તેનાથી ઉપરના અધિકારીઓ જેવા વરિષ્ઠ અધિકારીઓ માટે બોનસનો એક નવો નિયમ લાગુ કર્યો છે. આ અંતર્ગત સારું કામ કરનારા અધિકારીઓને 365 દિવસના મૂળ પગાર જેટલું ઇન્સેન્ટિવ અથવા બોનસ મળી શકે છે. બેંક યુનિયનો આ વાતનો પણ વિરોધ કરી રહી છે. ગ્રાહકોને રાહત આપવા માટે રવિવાર, 27 સપ્ટેમ્બરે બેંકો ખુલ્લી રહેશે 28 સપ્ટેમ્બરથી શરૂ થતી 3 દિવસની હડતાળને કારણે શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે. સામાન્ય જનતાને પૈસા ઉપાડવામાં, ચેક ક્લિયરન્સ અને અન્ય જરૂરી કામોમાં મુશ્કેલી ન પડે તે માટે નાણાં મંત્રાલયે તમામ જાહેર ક્ષેત્રની અને પ્રાદેશિક ગ્રામિણ બેંકોને રવિવાર, 27 સપ્ટેમ્બરે ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે. ---------------------- આ સમાચાર પણ વાંચો… ઓક્ટોબરમાં 16 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય:4 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ સ્થળોએ 10 દિવસ બેંકો બંધ રહેશે આગામી મહિને એટલે કે ઓક્ટોબરમાં દેશની સરકારી અને પ્રાઈવેટ બેંકો અલગ-અલગ શહેરોમાં કુલ 16 દિવસ બંધ રહેશે. તેમાં 4 રવિવાર અને 2 શનિવારની રજાઓ પણ સામેલ છે. RBIએ ઓક્ટોબર મહિના માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. અલગ-અલગ રાજ્યો અને સ્થાનિક તહેવારોના આધારે બેંકોની રજાઓ નક્કી થાય છે. 2 ઑક્ટોબરે ગાંધી જયંતીના દિવસે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    मुकेश का 62 साल पुराना गाना, प्यार को बताया गंगा-जमुना, बिनाका गीतमाला में एक साल तक रहा टॉप पर, शैलेंद्र-हसरत जयपुरी के बोल अमर
    Next Article
    જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન:દિલ્હી-પટનામાં માર્ચ, દેહરાદૂનમાં કાર્યકર્તાઓ બેરિકેડ્સ પર ચઢ્યા; કોકરોચ પાર્ટીએ કહ્યું- 2 ઑક્ટોબરથી આંદોલન

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment