Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢની નેત્રમ શાખાને 5 વર્ષમાં મળ્યા 25 એવોર્ડ:​CCTVથી ગુનાઓનો ભેદ ઉકેલવામાં શાખા સમગ્ર રાજ્યમાં તૃતીય, DGPના હસ્તે 25મો એવોર્ડ એનાયત

    12 hours ago

    ​ગુજરાત પોલીસના 'વિશ્વાસ' પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા નેટવર્કનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ગુન્હાઓ ડિટેક્ટ કરવામાં જૂનાગઢ જિલ્લા પોલીસની નેત્રમ શાખાએ રાજ્યભરમાં ડંકો વગાડ્યો છે. વર્ષ 2026 ના પ્રથમ ત્રિમાસિક ગાળા એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કરાયેલી ઉત્કૃષ્ઠ કામગીરીના મૂલ્યાંકનને આધારે, ગાંધીનગર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા DGP જી.એસ.મલીક હસ્તે જૂનાગઢ નેત્રમ શાખાને ગૌરવપૂર્ણ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે. શાખા વતી પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ દયાતરે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો, જે નેત્રમ શાખાનો ગુન્હા શોધવાની કેટેગરીમાં 19મો અને ઇ-ચલણ તેમજ ઇ-કોપ સહિતની તમામ કામગીરીઓ મળીને કુલ 25મો ઐતિહાસિક એવોર્ડ બન્યો છે. 25 ટેકનિક્લ ઓપરેટર્સથી 24 કલાક મોનિટરિંગ ​જૂનાગઢ રેંજના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સીધી દેખરેખમાં કાર્યરત નેત્રમ શાખાએ છેલ્લા પાંચ વર્ષમાં ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. હેડ ક્વાર્ટરના ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી, પી.એસ.આઇ. એચ.પી.મકવાણા સહિત 25 ટેકનિકલ ઓપરેટર્સ, એન્જીનીયર્સ અને પોલીસ જવાનોની ટીમ 24 કલાક મોનિટરિંગ કરીને ટ્રાફિક નિયમન અને ગુનાના આરોપીઓને શોધવાની કામગીરી કરે છે. આ સરાહનીય સફળતા બદલ જૂનાગઢ રેંજ અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેવા કે વિસાવદર ડિવિઝનના એ.એસ.પી. રોહિતકુમાર, શહેર ડિવિઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલીયા, માંગરોળ ડિવિઝનના ડી.વાય.એસ.પી. ડી.વી.કોડીયાતર તેમજ એસ.સી.એસ.ટી. સેલ અને ગ્રામ્ય ડિવિઝનના ડી.વાય.એસ.પી. રવીરાજસિંહ પરમારે સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. CCTVની મદદથી 3,445 ગુનાઓના ભેદ ઉકેલ્યા ​વર્ષ 2021ના એપ્રિલ મહિનાથી લઈને માર્ચ 2026 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં નેત્રમ શાખાએ CCTVની મદદથી 3,445 ગુનાઓના ભેદ સફળતાપૂર્વક ઉકેલ્યા છે, જેમાંથી 3,340 બનાવો જૂનાગઢ જિલ્લાના અને 105 કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર તેમજ સુરત સહિત રાજ્યના અન્ય વિવિધ જિલ્લાઓના સામેલ છે. આ તમામ ઓપરેશન્સ દરમિયાન પોલીસે પ્રજાનો કુલ રૂપિયા રૂ. 24,31,20,559 કરોડની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડીને મૂળ માલિકોને હેમખેમ પરત સોંપ્યો છે અને "પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્રને વાસ્તવિકતામાં સાર્થક કરી બતાવ્યું છે. 5 વર્ષમાં 34 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ​આ પાંચ વર્ષ દરમિયાન ઉકેલાયેલા કેસોની વિગતો અને મુદ્દામાલની રિકવરી પર નજર કરીએ તો, પોલીસે ટેકનોલોજીની મદદથી હિટ એન્ડ રનના 378 ગંભીર બનાવો, કિડનેપિંગના 22 કેસો અને દારૂબંધીને લગતા પ્રોહિબિશનના 554 કેસો શોધી કાઢ્યા છે. આ સિવાય સમાજ માટે સંવેદનશીલ એવા ખૂન અર્થાત હત્યાના 14 બનાવો, ખૂનની કોશિશના 8 કેસો, આપઘાતને લગતા 18 બનાવો તેમજ અન્ય નાના-મોટા 319 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે, જેમાં પોલીસે કુલ રૂપિયા 34,13,859 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 1,078 કેસમાં મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાવ્યો ​પોલીસે નાગરિકોની ખોવાયેલી કે ભુલાઈ ગયેલી વસ્તુઓ જેવી કે મોબાઈલ ફોન, રોકડ રકમ, પાકીટ અને કિંમતી દસ્તાવેજોને લગતા 1,078 કેસો શોધી રૂ. 3,25,17,205 નો મુદ્દામાલ પરત અપાવ્યો છે. વળી, રસ્તા પર બનતી લૂંટ અને સ્નેચિંગના 33 બનાવોમાં રૂ.3,20,73,484 કરોડની મિલકત મેળવી છે. સૌથી મોટી રિકવરી વાહન, સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરીના 384 કેસોમાં થઈ છે, જેમાં નેત્રમ ટીમે રૂ. 14,87,07,400 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને જૂનાગઢ પોલીસની કાર્યક્ષમતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.છેતરપિંડીના 51 બનાવોમાં પણ રૂ.51,08,500 લાખની રિકવરી કરવામાં આવી છે અને 586 ગુમ થયેલી વ્યક્તિઓને શોધીને તેમના પરિવાર સાથે મિલાપ કરાવાયો છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર આક્ષેપો કર્યા:BU પરમિશન કૌભાંડ અને પાણી પ્રશ્ને કોર્ટ કાર્યવાહીની ચીમકી; કલેક્ટરે પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી
    Next Article
    Amreli Accident News | અમરેલીમાં ધાતરવડી નદીના પુલ પરથી ટ્રક ખાબકી | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment