Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર-દ્વારકા જિલ્લામાં 5-ડે વર્કિંગની માગ સાથે બેંક કર્મીઓની હડતાળ:હાથમાં બેનરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા; 2000 કરોડથી વધુનું ક્લિયરિંગ ઠપ્પ

    6 hours ago

    ગુજરાત સહિત દેશભરમાં SBI, PNB અને યૂનિયન બેંક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેંક આજે 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ બંધ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે( UFBU) બે વર્ષથી પડતર 5-ડે વર્કિંગની માંગ સાથે આજે શુક્રવારે એક દિવસની હડતાળનું એલાન કર્યું છે. ત્યારે દેશવ્યાપી હડતાળમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 2000થી વધું બેંક કર્મચારીઓ પણ જોડાયા છે. જેથી આ બન્ને જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકોનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહ્યું છે. જેનાથી સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગકારોને મુશ્કેલી પડી રહી છે. જામનગરના રણજીતનગર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખા બહાર મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ એકઠા થયા હતા. તેમણે હાથમાં બેનરો ધારણ કરી પોતાની પડતર માગણીઓ અંગે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. હડતાલને કારણે બેંકોમાં રોકડ ઉપાડ, જમા અને ખાસ કરીને ચેક ક્લિયરિંગની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. બંને જિલ્લામાં મળીને આશરે 2000 કરોડ રૂપિયાથી વધુ રકમનું ક્લિયરિંગ અટકી ગયું છે. આની સીધી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ અને સ્થાનિક વેપાર જગત પર જોવા મળી છે. આજે શુક્રવારે હડતાલ રહ્યા બાદ આવતીકાલે ચોથો શનિવાર અને રવિવારની નિયમિત રજા છે. જેથી ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેશે. ત્યારબાદ ગણેશ ચતુર્થી સહિતના તહેવારોની રજાઓ આવતી હોવાથી બેંકિંગ સેવાઓ ખોરવાયેલી રહી શકે છે. જોકે, નેટ બેંકિંગ, UPI અને મોટાભાગના ATM ચાલુ રહેવાથી સામાન્ય જનતાને રોકડ જરૂરિયાતો માટે થોડી રાહત મળી રહી છે. જામનગરમાં બેંક કર્મીઓની હડતાળની તસવીરો
    Click here to Read More
    Previous Article
    સરકારી ઇજનેરી કોલેજમાં એનર્જી ઓડિટીંગ પર નિષ્ણાતનું વ્યાખ્યાન:50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, પાવર એનાલાઈઝરથી લાઈવ ડેમો કરાયો
    Next Article
    नजीबाबाद में हुए बड़े सड़क हादसे में तीन लोगों की मौत, खाना खाते वक्त हुआ हादसा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment