Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત જિલ્લામાં 5 જુલાઈ સુધી 'રેડ એલર્ટ':20થી વધુ ગ્રામ્ય રસ્તાઓ બંધ, ઓલપાડમાં NDRF અને માંગરોળમાં SDRF તૈનાત

    18 hours ago

    દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સુરત ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના નાયબ મામલતદાર સાજીદ મેરુજાયે વર્તમાન સ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધી સુરત જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 6 જુલાઈએ 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ આગાહીના પગલે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકામાં વહીવટી તંત્ર અત્યંત સતર્ક બની ગયું છે. ઓલપાડમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, જિલ્લાના 20 ગ્રામ્ય રસ્તાઓ બંધ વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો આજે સવારથી જ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત ઓલપાડ તાલુકો થયો છે. ઓલપાડમાં આજે સવારથી અત્યાર સુધીમાં 262 મીમી (આશરે 10 ઇંચથી વધુ) જેટલો ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે જ સુરત જિલ્લાનો અત્યાર સુધીનો મોસમનો સરેરાશ વરસાદ પણ 258 મીમીએ પહોંચી ગયો છે. ભારે વરસાદના કારણે પંચાયત હસ્તકના 20 જેટલા ગ્રામ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા તે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જોકે, ગ્રામજનોની અવરજવર માટે વૈકલ્પિક રસ્તાઓ ચાલુ રાખવામાં આવ્યા છે જેથી લોકોને હાલાકી ન ભોગવવી પડે. માંગરોળમાં વીજ પોલ પડતા યુવકનું કરુણ મોત, કાચા મકાનોને નુકસાન આ આકાશી આફત વચ્ચે ગઈકાલે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી એક અત્યંત દુખદ અને ગંભીર સમાચાર સામે આવ્યા હતા. માંગરોળમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે 1 વીજળીનો પોલ ધડાકાભેર તૂટી પડ્યો હતો, જેની ચપેટમાં આવી જવાથી 1 નિર્દોષ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સિવાય જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં અનેક કાચા મકાનોને પણ વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો કાયદેસરનો સર્વે કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ઓલપાડમાં NDRF અને માંગરોળમાં SDRF તૈનાત પૂર અને ભારે વરસાદની આપત્તિને પહોંચી વળવા માટે સુરત જિલ્લા પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કંટ્રોલ રૂમ તેમજ તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ વિભાગ, વન વિભાગ અને વીજ કંપની જેવા તમામ લાઇન ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ પણ રાઉન્ડ ધ ક્લોક એલર્ટ પર છે. કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ઓલપાડ તાલુકામાં NDRFની 1 ટીમ અને માંગરોળ તાલુકામાં SDRFની 1 ટીમ સ્પેશિયલ ડીપ્લોય (તૈનાત) કરી દેવામાં આવી છે. રાહતની વાત એ છે કે હાલમાં સુરત જિલ્લાની તમામ નદીઓ, ડેમો અને જળાશયો ભયજનક સપાટીથી નીચે વહી રહ્યા છે. અફવાઓથી બચો અને સાવચેતી રાખવા જનતાને અપીલ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના નાયબ મામલતદાર સાજીદ મેરુજાયે પ્રજાજોગ સંદેશ પાઠવતા લોકોને અપીલ કરી છે કે, પ્રશાસન દ્વારા સમયાંતરે અપાતી હવામાન વિષયક સત્તાવાર આગાહીઓ અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો. વરસાદ અને તેજ પવનના સંજોગોમાં રસ્તા પરના નબળા વૃક્ષો, વીજળીના પોલ, મોટા હોર્ડિંગ્સ કે જર્જરિત અને કાચી ઈમારતોના ઓથે આશરો લેવો નહીં, કારણ કે આવી જગ્યાઓ અકસ્માતનું કારણ બની શકે છે. નદી કે નાળામાં પાણીનું સ્તર વધે ત્યારે ત્યાં જવાનું સાહસ ન કરવા અને અનાયાસે થતી દુર્ઘટનાઓથી બચવા માટે સ્વેચ્છાએ જાગૃત રહેવા તંત્ર દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શંભુભાઈ મિસ્ત્રીએ 51,000 ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કર્યું:મુખ્યમંત્રીએ સેવાકાર્યની નોંધ લઈ પ્રશંસા પત્ર પાઠવ્યો
    Next Article
    મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું:CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો, 4 મહિનામાં ત્રીજો પ્લાન્ટ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment