Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગવદર પોલીસે જુગાર રમતા 5 ઝડપ્યા, 2 ફરાર:પોરબંદરમાં કુલ 7 સામે ગુનો દાખલ, રોકડ જપ્ત

    2 days ago

    પોરબંદર જિલ્લાના બગવદર ખાતે પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેથી કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ₹16,350 /- રોકડા જપ્ત કર્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝડિયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, જિલ્લામાં દારૂ અને જુગારની બદી નાબૂદ કરવા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ અને પો.સબ.ઇન્સ. આર.જી.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે આંબારામા ગામના ચોકની બાજુમાં આવેલી ગલીમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે કેટલાક શખ્સો જાહેરમાં પૈસા પાના વડે 'રોન પોલીસ' નામનો જુગાર રમી રહ્યા હતા, જેમને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં હમીર જીવાભાઈ પાંડાવદરા (ઉં.વ.50), જેઠા પરબતભાઈ ઓડેદરા (ઉં.વ.50), મુરુ રાણાભાઈ કેશવાલા (ઉં.વ.50), નૌઘણ બાબુભાઈ ઓડેદરા (ઉં.વ. 28) અને ભગત ઉર્ફે પરબત જીવાભાઈ ઓડેદરા (ઉં.વ.59) નો સમાવેશ થાય છે. આ તમામ આંબારામા અથવા હાથીયાણી ગામની દળ સીમના રહેવાસી છે. દરોડા દરમિયાન રાણા લખમણભાઈ ઓડેદરા અને રાણા રાજશીભાઈ મોઢવાડીયા (બંને રહે. આંબારામા) નામના બે શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે આ તમામ સાત આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભા ચૂંટણી પહેલાં 26 નેતાઓ બિનહરીફ ચૂંટાયા:આમાં શરદ પવાર, રામદાસ આઠવલે, વિનોદ તાવડે, અભિષેક મનુ સિંઘવી સામેલ; 11 બેઠકો પર મુકાબલો
    Next Article
    અમદાવાદની વિરમગામ, ધોળકા અને બારેજા નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન:વિરમગામ-ધોળકામાં પ્રાંત અધિકારી, બારેજામાં મામલતદાર વહીવટદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment