Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાપડના શો-રૂમમા ભીષણ આગ, 5 માળની બિલ્ડિંગમા અફરાતફરી:સુરતમાં 2-3જા માળે બે પરિવાર ફસાયા ને મદદ માટે બૂમાબૂમ, બાળકો સહિત 10થી વધુ લોકોના જીવ બચ્યા

    1 week ago

    સુરતના કોટ વિસ્તારમાં આવેલા લાલગેટના રાણી તળાવ રોડ પર આજે એક પાંચ માળની ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. G+5 માળની આ ઇમારતમાં નીચે કાપડનો શો-રૂમ અને ઉપરના માળે રહેણાંક ફ્લેટ્સ આવેલા હોવાથી આગના પગલે ઉપર રહેતા પરિવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. 2-3જા માળે બે પરિવાર ફસાયા હતા જે મદદ માટે બારીઓમાંથી બૂમાબૂમ કરી રહ્યા હતાં. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે બિલ્ડિંગમાં ફસાયેલા બાળકો સહિત 10થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કપડાંના શો-રૂમમાં આગ ભભૂકીને ઘૂમાડાના ગોટેગોટા મળતી માહિતી મુજબ, રાણી તળાવ વિસ્તારમાં આવેલી 'હનીફા મંઝિલ' નામની ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની ઇમારતમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બિલ્ડિંગમાં નીચે એક કપડાંનો મોટો શો-રૂમ આવેલો છે, જેમાં અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા આખી ઇમારતમાં પ્રસરી ગયા હતા. નીચે આગ લાગવાને કારણે ઉપરના માળે રહેતા લોકો નીચે ઉતરી શકે તેવી સ્થિતિ રહી નહોતી. કાપડનો શો રૂમ બળીને ખાખ થઈ ગયો આગ સબીરઉસ્માન ખાનની માલિકીની અને નઈમ બેન્ડ માસ્ટર દ્વારા સંચાલિત 'ખાનસાહેબ ડિઝાઇનર' (G+1 માળ) નામના કાપડના શો રૂમમાં લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખી કાપડનો શો રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત, બિલ્ડિંગની નીચે રોડ પર પાર્ક કરેલી એક કિયા કાર (GJ-26-N-9060) પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેના કારણે કારનો પાછળનો ભાગ બળી ગયો હતો. શ્વાસ લેવાના સાધનોની મદદથી 11 લોકોને અગાસી પર ખસેડાયા ભીષણ આગના પગલે ત્રીજા, ચોથા અને પાંચમા માળે આવેલી રેસિડેન્સીમાં ધુમાડો ભરાઈ જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફાયર ફાઇટર્સે તાત્કાલિક બ્રીધિંગ એપેરેટસ સેટ નો ઉપયોગ કરીને ઝેરી ધુમાડા વચ્ચે ઈમારતમાં પ્રવેશ કર્યો હતો. બિલ્ડિંગમાં ફસાયેલા તમામ 11 લોકોને સુરક્ષિત રીતે અગાસી પર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ કતારગામ ફાયર સ્ટેશનના ટર્ન ટેબલ લેડરનો ઉપયોગ કરીને લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. 75 વર્ષના વૃદ્ધા અગાસી પર જ સુરક્ષિત રહ્યા બિલ્ડિંગમાં ફસાયેલા 75 વર્ષના ફાતિમાબીબી ખૂબ જ અશક્ત હોવાથી અને અગાસી પર વાતાવરણ સુરક્ષિત થઈ ગયું હોવાથી, તેમના સંબંધી મૌશીન ખાનની સહમતીથી તેમને નીચે ઉતારવાને બદલે અગાસી પર જ આરામદાયક સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા. 5 ફાયર સ્ટેશનની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ આગની ઘટના અંગે કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા જ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. લાલગેટ સહિત આસપાસના કુલ 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની 8થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી. ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. 2 અને 3 માળે બે પરિવાર ફસાયા હતા , ટર્ન ટેબલ લેડરથી રેસ્ક્યુ આગ લાગી ત્યારે ઇમારતના બીજા અને ત્રીજા માળે બે પરિવારોના સભ્યો હાજર હતા. નીચેથી સતત વધી રહેલી આગ અને કાળા ડિબાંગ ધુમાડા વચ્ચે ફસાયેલા આ લોકો ગભરાઈ ગયા હતા અને બારીઓમાંથી મદદ માટે બૂમાબૂમ કરવા લાગ્યા હતાં. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ફાયર વિભાગે તાત્કાલિક આધુનિક ટર્ન ટેબલ લેડર મશીનનો ઉપયોગ કર્યો હતો. હવામાં ઊંચે સુધી પહોંચતી આ હાઇડ્રોલિક સીડીની મદદથી ફાયરના જવાનો ઉપરના માળ સુધી પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડે 10થી વધુ લોકોના જીવ બચાવ્યા ફાયર વિભાગના જાંબાઝ જવાનોએ પોતાની જાનના જોખમે ધુમાડાના સામ્રાજ્ય વચ્ચે બિલ્ડિંગમાં પ્રવેશ કરીને અને ટર્ન ટેબલ લેડરની મદદથી બીજા તથા ત્રીજા માળે ફસાયેલા બાળકો અને મહિલાઓ સહિત કુલ 10થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન સુરત ફાયર વિભાગની આ ત્વરિત અને સચોટ કામગીરીને કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કૂલિંગની કામગીરી ચાલી રહી છે, જ્યારે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો સુરતમાં શોરૂમ નજીક સ્કોર્પિયો સળગી ને ટાયરો ફાટ્યા સુરતના ઉધના-મગદલ્લા રોડ પર આજે 9 જૂનના એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નવી કાર ખરીદવા નીકળેલા એક સુખી પરિવારની ખુશીઓ પલભરમાં ચિંતામાં ફેરવાઈ ગઈ હતી. જોગણી માતા મંદિર નજીક 20 લાખ રુપિયાની મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી કાર અગનગોળો બની ગઈ હતી અને તેના પાંચેય ટાયરો ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ જેવો માહોલ સર્જાયો હતો. જોકે, કાર ચાલકની સમયસૂચકતાને કારણે કારમાં સવાર 3 બાળકો અને 2 મહિલાઓ સહિત 6 લોકોનો બચાવ થયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ભારતીય સ્પિનર્સની જાળમાં ફસાઈ શ્રીલંકન-A ટીમ:અનુકુલ રોયે બે ઓવરમાં બે વિકેટ ઝડપી; શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ
    Next Article
    વડાપ્રધાનના સફળ કાર્યકાળની સુરેન્દ્રનગરમાં ઉજવણીની તૈયારી:વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment