Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મામા-ભાણેજની 5ની ટોળકીએ 2 પરિણીતાઓને પીંખી:છરીની અણીએ દુષ્કર્મ, એક પર ગેંગરેપ, 3ની ધરપકડ, સગીરને બાળ સુધારગૃહ મોકલાયો, મુખ્ય આરોપી ફરાર

    1 week ago

    મોરબી તાલુકાના 2 જુદા-જુદા ગામમાં રાત્રિના સમયે ચોરી અને લૂંટ કરવાના ઈરાદે નીકળેલી મામા-ભાણેજની ગેંગે દુષ્કર્મ આચર્યા હતા. વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક દંપતીઓ પર હુમલો કરી મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક પર છરીની અણીએ દુષ્કર્મ અને બીજી મહિલા પર ગેંગરેપ કરાયો હતો. આ કેસમાં પોલીસે 5 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા 1 સગીરને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાનો મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. 2 જુદી-જુદી વાડીઓમાં દંપતીને બંધક બનાવી લૂંટનો પ્રયાસ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત 4 જૂને રાત્રે અંદાજે 10થી 11:30 વાગ્યાના સમયગાળા દરમિયાન 5 શખસ લૂંટના ઈરાદે મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં આવ્યા હતા. ગેંગના સભ્યો હથિયારો સાથે વાડી વિસ્તારમાં ઘૂસી ગયા હતા. શ્રમિક દંપતીઓ પાસેથી રોકડ કે દાગીના જેવો કોઈ કિંમતી મુદ્દામાલ ન મળતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ પતિના ગળા પર છરી અને ધોકા જેવા હથિયારો રાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી દંપતીઓને ડરાવ્યા હતા. 2 ગામની વાડીઓમાં મહિલાઓ પર દુષ્કર્મ ગુજારાયું જેતપર ગામની ઘટના: ગેંગના સભ્યોએ સૌપ્રથમ જેતપર ગામની સીમમાં આવેલી વાડીને નિશાન બનાવી હતી. અહીં લૂંટમાં કશું ન મળતા, પાંચ પૈકીના 1 શખસે પતિને બંધક બનાવીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ચકમપર ગામની ઘટના: જેતપર બાદ આ ગેંગ ચકમપર ગામના વાડી વિસ્તારમાં પહોંચી હતી. ત્યાં પણ શ્રમિક પુરુષને છરી બતાવી બંધક બનાવ્યો હતો અને મહિલા સાથે ગેંગના 3 શખસોએ સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) આચર્યું હતું. આ મામલે પીડિતો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે 2 અલગ-અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી હતી. 4 આરોપીઓ ઝડપાયા, 3ના રિમાન્ડ મંજૂર મોરબી એસસી-એસટી સેલના ડીવાયએસપી વિરલ દલવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ચકચારી ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓ નવઘણ કાળુ વાધેલા, દિલીપ કેશા વાજેલીયા અને મુન્ના ગંગરામ વાજેલીયા (તમામ રહે. કડીયાણા)ની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવ્યા છે. આ સિવાય ગુનામાં સામેલ 16 વર્ષના સગીરને કસ્ટડીમાં લઈને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી દેવાયો છે. મુખ્ય સૂત્રધાર અગાઉના ગેંગરેપનો આરોપી પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ગુનાનો માસ્ટરમાઈન્ડ દિનેશ મધુ જખાનીયા છે, જેને પકડવાનો બાકી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ અને સગીર સંબંધમાં દિનેશના ભાણેજ થાય છે. દિનેશે આ તમામ આરોપીઓને 'ઘેટું લેવા જવું છે' (ચોરી કરવા જવું છે) તેમ કહીને ચરાડવા ગામ પાસે બોલાવ્યા હતા. ત્યાંથી તેઓ 2 મોટરસાઈકલ પર સવાર થઈને જેતપર તરફ નીકળ્યા હતા. જેતપર ગામની વાડીમાં દિનેશ જખાનીયાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે ચકમપર ગામની વાડીમાં નવઘણ વાધેલા, દિલીપ ઉર્ફે દિપો વાજેલીયા અને મુન્ના વાજેલીયાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ફરાર આરોપીની અગાઉના એક ગેંગરેપમાં સંડોવણી મુખ્ય આરોપી દિનેશ જખાનીયા અગાઉ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં પણ સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલો હિસ્ટ્રીશીટર છે. પોલીસ હાલ તેને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    હળવદના કોયબાની રબ્બર ફેક્ટરીમાં ભીષણ આગથી ધૂમાડાના ગોટેગોટો:મોરબી, સુરેન્દ્રનગર સહિત 4 શહેરોની 6 ફાયર ફાઇટરે આગ કાબૂમાં લીધી, કુલિંગની પ્રોસેસ
    Next Article
    Alphonso Davies Injury Update: Will He Play vs Bosnia Today?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment